________________
મુનિ હિંસા વગેરે પાપોનો ત્યાગ નવ કોટિથી કરે છે. શ્રાવક ઘણું-ખરું બે કોટિથી લઈ આઠ કોટિ સુધી ત્યાગ કરે છે.
કરવું–મનથી, વચનથી, કાયાથી, કરાવવું–મનથી, વચનથી, કાયાથી, અનુમોદન અર્થાત્ સમર્થન કરવું–મનથી, વચનથી, કાયાથી, આ ત્રણે એક જ શ્રેણીમાં આવે છે. હિંસા કરનાર હિંસક છે, હિંસા કરાવનાર પણ હિંસક છે અને હિંસાનું સમર્થન કરનાર–હિંસાને સારી સમજનાર પણ હિંસક છે. આ રીતે મનથી હિંસા કરનાર હિંસક છે, વચનથી હિંસા કરનાર હિંસક છે અને કાયાથી હિંસા કરનાર પણ હિંસક છે.
કરનાર, કરાવનાર અને કરવામાં અનુમોદના કરનારનાં મન, વચન અને કાયાનો સંબંધ કરવાથી નવ ભાંગા(વિકલ્પ) બની જાય છે. કર્મ લાગવાના આ નવ માર્ગ છે. ત્યાગ દ્વારા તેમને રોકી શકાય છે. તેમના વિરોધને સંવર કહે છે.
= ૩.
જીવ-અજીવ ૧૭૮
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org