________________
અપ્રમાદ, અકષાય, અયોગ–આ ટાણે સંવર પરિત્યાગ કરવાથી નથી થતા પરંતુ તપસ્યા આદિ સાધનો દ્વારા આત્મિક ઉ4ળતા થવાથી જ થાય છે.'
સમ્યક્ત, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગ–આ પાંચ સંવરો ઉપરાંત જે પંદર ભેદ છે, તે વ્રત સંવરના જ છે. તે પંદર ભેદોમાં ત્યાગની અપેક્ષા રહે છે. સાવદ્ય-યોગનો ત્યાગ કરવાથી જ તે સંવરો થાય છે.
પ્રશ્ન–પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવ યોગ-આશ્રવના ભેદો છે. તો પછી પ્રાણાતિપાત વિરમણ વગેરે પંદર સંવરો અયોગસંવરના ભેદ ન હોતાં વ્રત-સંવરના ભેદો કેમ?
ઉત્તર––અવ્રત-આશ્રવનું કારણ સાવદ્ય-યોગની પ્રવૃત્તિ છે. અર્થાત્ પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવ છે. પ્રાણાતિપાત વગેરે પંદર પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ નહીં—એ અવ્રત-આશ્રવ છે અને એ પંદર આશ્રવ પ્રવૃત્તિરૂપ છે. મન, વચન અને શરીરની અસત્ પ્રવૃત્તિથી જ હિંસા વગેરે કરવામાં આવે છે. પ્રવૃત્તિ કરવી તે યોગ-આશ્રવ છે, આથી તે બધા તેની(યોગ-આશ્રવની) અંતર્ગત આવે છે. તે પંદર આવોનું પ્રત્યાખ્યાન કરવાથી અત્યાગ-ભાવના રૂપ અવ્રત-આશ્રવનો નિરોધ થઈ જાય છે, વ્રત સંવર થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઉઠે કે તેમના પ્રત્યાખ્યાનથી અયોગ-સંવર કેમ નથી થતો? તેનું કારણ એ છે કે યૌગિક પ્રવૃત્તિ બે પ્રકારની છે— શુભ અને અશુભ. અયોગ-સંવર આ બંનેનો સર્વથા નિરોધ કરવાથી થાય છે. અશુભ-પ્રવૃત્તિઓનું આંશિક પ્રત્યાખ્યાન પાંચમા ગુણસ્થાનમાં અને પૂર્ણ પ્રત્યાખ્યાન છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે, પરંતુ શુભ પ્રવૃત્તિ તેરમા ગુણસ્થાન સુધી ચાલુ રહે છે. તેનો પૂર્ણ નિરોધ મુક્ત થતા પહેલાં ચૌદમા ગુણસ્થાનમાં જ થાય છે. આથી કરીને પ્રાણાતિપાત વગેરે સાવદ્ય પ્રવૃત્તિઓના પ્રત્યાખ્યાનમાં પ્રધાનપણે વ્રત-સંવર જ થાય છે. યોગ પર તેની અસર માત્ર એટલી ૧. નવ પદાર્થ, સંવર, ઢાલ ૧, ગાથા ૯
પ્રમાદ આશ્રવ ને કષાય યોગ આશ્રવ, યે તો નહીં મિટે કિયાં પચ્ચખાણ ! યે તો સહજે મિટે છે કર્મ અલગ હુયાં, તિણ રી અંતરંગ કીજો પહિચાન '
=
ચૌદમો બોલ૦ ૧૦૫
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org