________________
અધ્યાય ઃ ૧-સૂત્ર-૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(૨) તેઓએ બતાવેલા જીવ-અજીવ આદિ તત્ત્વોનું શ્રદ્ધાપૂર્વક યથાર્થ જે જ્ઞાન કરવું, તે સમ્યજ્ઞાન કહેવાય છે. (૩) તેઓના વચનોને અનુસારે હેય વસ્તુના ત્યાગપૂર્વક અને આત્માને હિતકારી અને ઉપાદેય વસ્તુના સ્વીકારપૂર્વક જીવન પવિત્ર બનાવવું તે અર્થાત્ ભોગોને અસાર સમજી વૈરાગ્યપૂર્વક તેનો ત્યાગ કરવો તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. આ ત્રણ આત્માના ગુણો છે. તે ગુણો કર્મોથી ઢંકાયેલા છે. કર્મોનો ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષય કરવા દ્વારા તે ગુણોની પ્રાપ્તિ કરવી એ જ સાચો મુક્તિનો માર્ગ છે. મોક્ષે જવાનો રાજમાર્ગ છે. માટે આવા ગુણો મેળવવા પ્રયત્ન કરવો. ૧-૧.
૧-૨
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨ તત્ત્વ-અર્થ-શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨
સૂત્રાર્થ- તત્ત્વભૂત અર્થો (પદાર્થો) ઉપરની જે શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. ૧-૨.
ભાવાર્થ - આ સંસારમાં જાણવાલાયક વાસ્તવિક જે પદાર્થો છે, તેને “તત્ત્વ' કહેવાય છે. આવા પ્રકારના તત્ત્વભૂત એવા જીવ-પુદ્ગલ આદિ જે જે પદાર્થો છે. અને તે પદાર્થોનું વાસ્તવિક જે સ્વરૂપ છે. તે જાણીને તેના ઉપર રુચિ ક૨વી. પ્રીતિ કરવી. અર્થાત્ વિશ્વાસ કરવો. અથવા જાણકારી ન હોય તો પણ જાણકારની નિશ્રાએ રુચિ-પ્રીતિ-વિશ્વાસ થવો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org