________________
૧૭ થયેલા મહાવિદ્વાનોએ તેમને સ્વ-પર–શાસ્ત્ર વિશા પદથી વિભૂષિત
કર્યા.
વિ. સં. ૧૯૭૦ મહા સુદ ૧૫ ના શુભ દિવસે ભારતવર્ષના અનેક સંઘની ઉપસ્થિતિમાં પેથાપુર સમસ્ત જૈન સંઘે પૂજ્યવર્યશ્રીને આચાર્ય પદ્ધ અર્પણ કર્યું.
ધર્મગ' ગ્રન્થ વિષે બાલગંગાધર તિલક મહારાજા માંડલેની જેલમાંથી અભિપ્રાય આપતાં જણાવે છે.
'Had I kcown that you are writting Karma Yoga' I would never have written mine.
I am very happy that Bharat has got shadhu writers like you.'
આ ગ્રન્થમાં ભારતવાસીઓને ચેતવણી આપતાં જણાવ્યું છે,
“હે ભારતવાસીઓ ! અધ્યાત્મ વિદ્યા વિનાની એકલી કેરી સમાજ સુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે, તે તમે શુષ્ક વિચાર અને નિબળતા વિના કશું જ નવું પ્રાપ્ત કરી શકવાના જ નથી.
ચોગ દીપક ગ્રન્થમાં જણાવ્યું છે કે, વ્યવહારિક કેળવણીના હજારો ગ્રન્થની રચના કરે, હુન્નર ઉદ્યોગની કળાના વિકાસ અને પ્રગતિ માટે હજારો ગ્રન્થની રચના કરે, તેને બહેળા પ્રમાણમાં પ્રચાર કરો, પરંતુ આ સર્વ કરતાં એક જ આધ્યાત્મિક ગ્રન્થની રચના કરી, તેને સર્વથી અધિક પ્રમાણમાં પ્રચાર કરે, તો સમસ્ત વિશ્વ ઉપર સર્વથી ઉત્તમ પ્રકારને ઉપકાર કરવા સમર્થ બનશે.
યેગના આઠ અંગો વિષે વિશેષ વિશદ સમજ આપી સુંદર માર્ગદર્શન આપ્યું છે. આનદઘન પદ સંગ્રહ ભાવાર્થ
સત્તરમી સદીમાં થયેલા અધ્યાત્મ યોગીરાજ શ્રી આનન્દઘનજી મ. વિરમિત ૧૦૮ અધ્યાત્મભાવ સભર પદ ઉપર સરળ ભાષામાં ભાવવાહી વિવેચન કર્યું છે.