________________
ધર્મ વાણીનું ઉલ્લાસીત ભાવે શ્રવણ કરી ખુબ ખુબ સંતુષ્ટ થયા. અને ઉકંઠીત ભાવે આનંદ પ્રદર્શિત કરતાં કહ્યું.
“અતિ પુણવંતી આ મહાન ભારત દેશની ભૂમિમાં આવા થોડાક વધુ સતે હોય તે આર્ય દેશની પ્રજાને અવશ્ય ઉદ્ધાર થાય.
અનેક દેશ નેતાઓ, વિદ્વાને, સાક્ષરે, અનેક ધર્મ ગુરુઓ, સમાજના અગ્રગણ્ય નેતાઓ પૂજ્યવર્યશ્રીના સાનિધ્યને પામીને આનંદપૂર્વક નિસ કેચભાવે મુક્ત મને જ્ઞાન–શેકી કરી મનના સંશય દૂર કરે છે.
રાત્રીના સમયે આત્મ-ધ્યાનમાં લીન રહે છે. દિવસના સમયે તાત્વિક સામાજિક, આધ્યાત્મિક અને ઔપદેશિક ગ્રન્થનું ધારાબદ્ધપ્રવાહમાં આલેખન કરે છે.
ક્ષણ માત્રને પ્રમાદ નહિને કેઈની ઈષ્ય કે અદેખાઈ નહિં. કોઈની નિંદા કે વિકથા નહિં.
હૃદયમાં સર્વદા સર્વના કલ્યાણની કામના છે, સર્વના ઉત્કર્ષની ભાવના છે, સર્વના હિતની ભાવુકતા છે અને સર્વના સર્વ રીતે સેવક બની રહેવાની ઉત્સુકતા છે.
આવી હતી પૂજ્યવર્યશ્રીની અતિ અદ્દભૂત, ભવ્ય દિવ્ય તેજોમય અલૌકિક પ્રતિભા.
શ્રી સિદ્ધગિરિ (પાલીતાણા) શ્રી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા સંસ્થા આર્થિક સંજોગે નબળા હેવાથી બંધ થવાની તૈયારીમાં છે.
આ સમાચાર પૂજ્યવર્યશ્રીને મળ્યા. મુંબઈમાં રહેતા ગુરુભક્તો જવણચંદ ધરમચંદ ઝવેરી, શ્રી કેશરીચંદ ભાણુભાઈ, શ્રીલલ્લુભાઈ કરમચંદ દલાલ ગુરુભક્ત ત્રિપુટીએ પૂજ્યવર્યશ્રીની પ્રેરણા પામી સંસ્થાને નવજીવન આપ્યું, નવપલવીત સંસ્થાનું “શ્રીયશોવિજયજી જૈન ગુરુકુળ” નામાનિધાન જાહેર કર્યું.
સેંકડે-નહિ હજારોની સંખ્યામાં જૈન બાળકોએ જૈનધર્મના સંસ્કાર પ્રાપ્ત કર્યા જીવનને ઉજજવલ બનાવ્યું.
જૈન સંઘ અને શાસન ઉપર જૈનેતર તરફથી થતા આક્રમણે