________________
૧૩
પાટણ, ચાણસ્મા, ભયણી, અમદાવાદ, ખેડા, માતર, ખંભાત કાવી, ગાંધાર, ભરૂચ થઈ સુરત પધાર્યા,
સુરતમાં વડી દીક્ષાના ગદ્દવહન કર્યા અને પ્રથમ ચાતુર્માસ સુરતમાં કર્યું. વિધમી પ્રચારને પ્રચંડ પ્રતિકાર
ગુરુ આજ્ઞા અને ગુરુ નિશ્રાથી બ્રણ જિત મુનિ નામે એક જૈન સાધુ પાદરીને પરિચય પામી માગ ભ્રષ્ટ થયે અને પાદરી બની ખ્રિસ્તી ધર્મને પ્રચારક બને.
ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ ખ્રિસ્તી ધર્મ અને જૈન ધર્મને. મુકાબલે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં જૈન ધર્મના સિદ્ધાન્તની ઠેકડી ઉડાવી.
સારાએ સુરત જૈન સંઘમાં અને અનેક જૈન સંઘમાં ખળભળાટ મચી ગયો. આ સમયે અંગ્રેજોનું રાજ્ય-શાસન હતું. આ કારણથી ખ્રસ્તી ધર્મના પ્રચારકેએ કરેલા અઘટીત આક્ષેપને પ્રતિકાર કરવા કેઈએ હિંમત બતાવી નહિ.
નૂતન દીક્ષિત મુનિવર શ્રી બુદ્ધિસાગરજીને આત્મા શ્રી જૈન સંઘની આવા પ્રકારની અગમ્ય સુષુપ્ત દશા જોઈ અકળાઈ ઉઠશે.
ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ કરેલા અતિર્લિંઘ આક્ષેપોને સૌમ્ય ભાષામાં મુદ્દાસર પ્રત્યુત્તર આપવા કમર કસી.
પૂજ્યવર્ય શ્રી મોહનલાલજી મહારાજની તારક નિશ્રામાં સમસ્ત જૈન સંઘ એકત્રિત થયે. સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું કે જૈન ધર્મના ઉપર કરવામાં આવેલા આક્ષેપોને ખુબજ મર્યાદામાં રહી સૌમ્ય અને સભ્યતા યુક્ત ભાષામાં પ્રત્યુત્તર આપે. પ્રથમ ખ્રિસ્તી ધર્મના પ્રચારકેને જાહેર સભામાં આક્ષેપની ચર્ચા માટે આમન્નવામાં આવ્યા. પરંતુ તેઓના તરફથી કઈ જ પ્રકારને પ્રત્યુત્તર આવ્યું નહિ.
“મુનિવર શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ” જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબેલ, નામનું પુસ્તક તૈયાર કર્યું. જૈન ફેન્ડલી સેસાયટી સંસ્થાએ પુસ્તક પ્રકાશિત કર્યું. સર્વત્ર પુસ્તકની પ્રશંસા થઈ.