________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો: ૬
૧૯
તે પ્રાકૃત-સાહિત્યમાં નથી. સંભવિત છે કે કેટલુંક સાચું પ્રાકૃત-સાહિત્ય જૈનો તરફથી આજે મળે છે તેનું મૂલ્ય ઘણી વાર તો ભાષાશાસ્ત્રીય વિકાસના પગથિયા તરીકે જ રહે છે. પ્રાકૃત-સાહિત્યના વિદ્વાનો પ્રાકૃત પ્રત્યેના તેમના પ્રેમને કારણે પ્રાકૃત-સાહિત્યનાં સાહિત્યતત્ત્વોને અતિશયોક્તિભર્યો ખ્યાલ આપી દે છે. જૈનોએ આ પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીનું સાહિત્ય સાચવ્યું હોવાથી તે પ્રાચીન ગ્રંથો હવે જૈન સંસ્થાઓ બહાર પાડે તે યોગ્ય જ છે; પરંતુ ઘણી વાર આને લીધે કેટલાક ખોટા ભ્રમ ઉત્પન થાય છે. પહેલો ભ્રમ એ કે આ સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્વો છે તેવો ખ્યાલ આપવામાં આવે છે. બીજો ભ્રમ એ કે ઈતિહાસ વગેરેની બાબતોમાં તે ગ્રંથોને જ પ્રમાણભૂત ગણવામાં આવે છે. એક બીજું પરિણામ એ આવે છે કે જૈન શ્રીમંતોના આશ્રયને લીધે જૈન સાહિત્યના કેટલાક ત્રીજી કોટિના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો બહાર પડે છે, ત્યારે જૈનેતર સાહિત્યના પ્રથમ કોટિના ગ્રંથો પણ પ્રસિદ્ધિ પામી શકતા નથી. કોઈ પણ પૂર્વગ્રહ વિના કહી શકાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના ગ્રંથોમાં પણ મૌલિકતા કેટલી છે તે સવાલ છે. સર્જક બળ કે દ્રષ્યનું અભિનવ તત્ત્વદર્શન જૈન તેમ જ પ્રાકૃત સાહિત્યમાં સંસ્કૃતના મુકાબલે અલ્પ છે. આ વસ્તુનો સ્વીકાર જૈન સાહિત્યના સાંપ્રદાયિક દૃષ્ટિવાળા અભ્યાસીઓ ન કરે તે સ્વાભાવિક છે; પણ તટસ્થ રીતે જોનાર સત્યપ્રિયે તો તેમ કહેવું જ રહ્યું.”
આના અનુસંધાનમાં આ લખાણના, ગ્રંથપરિચયસંબંધી બીજા વિભાગનું પહેલું વાક્ય પણ નોંધવા જેવું છે. તે વાક્ય આ પ્રમાણે છે: “પ્રાકૃત સાહિત્યના સૂકા રણમાં કેટલીક મીઠી વીરડીઓ જરૂર મળી આવે છે.”
ઉપરના લખાણમાં એના લેખક-મહાશયે જે વિધાનો અને વિચારો રજૂ કર્યા છે તેનું બારીકાઈથી વિશ્લેષણ કરવા જઈએ તો એક બહુ લાંબો લેખ લખવો જરૂરી થઈ પડે. પણ એ લખાણની વિલક્ષણતા કેટલેક સ્થળે તો એટલી સ્પષ્ટ છે કે એનું બારીક વિશ્લેષણ કર્યા વગર જ, માત્ર ઉપરનું લખાણ વધારે ધ્યાનપૂર્વક બે-એક વાર વાંચી જઈએ તો પણ, એ જણાઈ આવ્યા વગર નથી રહેતી.
વિશ્લેષણ કરવાનું કામ વિદ્વાનોને સોંપીને અહીં તો એમાંના ચાર મહત્ત્વના મુદ્દા તરફ જ અમારા વાચકોનું અને વિદ્વાનોનું ધ્યાન દોરીએ છીએ
(૧) આ આખું લખાણ જોતાં એના લેખકની જૈનધર્મ પર ઠીક-ઠીક મહેર-નજર (!) છે એમ તરત જ જણાઈ આવે છે. અને એવી મહેર-નજર(!)નું કારણ એમના દિલમાં ઘર કરી ગયેલી કહેવાતી સાંપ્રદાયિકતા પ્રત્યેની સૂગ છે એમ લાગે છે. એમની
આ સૂગ એટલી ઉમ્ર છે કે સારાસારનો કે લીલાસ્કાનો વિવેક કરવાનું ચૂકી જઈને તેઓ બધું એકીસાથે ભસ્મસાત્ કરવા પ્રેરાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org