Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક અને વિશેષાંક | તિથિની આરાધનામાં ઉજમાળ બને તે હતે. ખરેખર જેઓના હું ધામાં સાચા ભાવે ધર્મ વસી જાય, ધર્મ જ પ્રાણપ્રિય લાગે તેઓને આ સંસાર કાંઈ જ નુકશાન કરી શકો
નથી. તેમને ઘમ બધાને માટે પ્રશંસનીય બને છે. છે . હવે એકવાર સૌધર્મ- અવધિજ્ઞાનથી, રાજાના આ પર્વના નિશ્ચયને જાણી આશ્ચર્યને શું 8 પામ્યા અને આનંદમાં આવી મસ્તક હલાવવા લાગ્યા. તે વખતે તેમની પટરાણી ઉર્વશી દેવીએ અચાનક મસ્તકકંપને જોઈને તેનું કારણ પૂછયું કે-હે સ્વામિન્ ! હાલમાં મસ્તક હલાવવાનું કઈ જ કારણ દેખાતું નથી તે કયા કારણથી આનંદિત બનેલા આપના વડે છે મસ્તક હલાવાયું? ત્યારે સીધમે કહ્યું કે-“હે દેવી ! મારા વડે હમણા જ્ઞાનદૃષ્ટિથી 8 { આ ભરતક્ષેત્રમાં શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનને પત્ર અને શ્રી ભરત ચકી ને પુત્ર અય છે છે યાપતિ શ્રી સૂર્યશા નામનો રાજા સાવિકોમાં શિરમણિ જોવાયે.
અમ-ચૌદશ પર્વના દિવસે તપને કરીને રહે તે રાજા ઘણા પ્રયત્ન કરતાં છે. - દેવે વડે પણ ચલાયમાન કરવાને શકિતમાન નથી. કદાચ જે સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમ છે દિશામાં ઉગે, મરૂપત વાયુ વડે કંપાયમાન થાય, સમુદ્ર પણ મર્યા મૂકે, ક૯પવૃક્ષ છે.
પણ કદાચ નિષ્ફળ બને તે પણ આ રાજા કંઠગત પ્રાણ વડે પણ શ્રી જિનાજ્ઞાની જેમ છે ? પોતે કરેલા નિશ્ચયને છોડતું નથી. શ્રી સૌધર્મે કરેલી આ પ્રશંસા પિતાના સ્વામીના છે
મુખથી સાંભળીને મોઢું મચકેડી ઈજાણ એવી ઉર્વશીએ કહ્યું કે-“હે સ્વામિન! ? યુકતાયુકતના જ્ઞાતા એવા આપ મનુષ્યના આ નિશ્ચયની કેમ પ્રશંસા કરે છે ? સાત છે ધાતુથી બનેલ શરીરવાળો અને અનથી પેટ ભરનાર એ મનુષ્ય દેવે પડે પણ અચલ છે છે એવી શ્રદ્ધા કેણ કરે? મારા ગામમાં મસ્ત બનેલા કયા આત્માના વિપક વગેરે ગુણો આ વિલય નથી પામ્યા ? તેથી ત્યાં તેને જોઈને હું જલદીથી તેના વ્રતથી મુકાવીશ.” આ પ્રમાણે છે પ્રતિજ્ઞા કરીને રંભાની સાથે ઉર્વશી હાથમાં વીણાને ધારણ કરતી દેવલોકમાંથી, મનુષ્ય 8 ૧ લોકમાં આવે છે.
હઠમાં ચઢેલી આ પિતાની હઠની પૂર્તિ માટે શું શું ન કરે? તે આ તે સમર્થ એવી દેવી અને ખુદ સૌધર્મેદ્ર સાથે વિવાદમાં ચઢેલી પછી પૂછવાનું શું હોય? - પિતાની બધી જ શક્તિ-કળા ખર્ચે તેમાં નવાઈ નથી. તેથી અધ્યા નગીની નજીકના 3 ઉદ્યાનમાં આવેલા શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના મંદિરમાં આવી, ત્રણે ભુવનને મેહ A પમાડનાર અદભુત રૂપ વિકુવી કિન્નરોને પણ ભૂલાવી દે તેવા અદભૂત સ્વરે ભગવાનના 8 ગુણગાન કરે છે. તેના ગાનથી મહિત થયેલા પશુ-પક્ષીઓ પણ ચિત્રમ આલેખ્યાની
જેમ, પાષાણુથી ઘડાયેલાની જેમ નિશ્ચલ નેત્રવાળા દેવ જેવા બની એકીટશે ગાનમાં આસકત બની બધું ભૂલી જઈ ઊભા રહ્યા છે. એક ડગલું પણ ચાલવા સમર્થ નથી.