Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આવશ્યક વૃત્તિ'માં અનુત્તર જ્ઞાન, દર્શન આદિના ગણ, સમૂહને ધારણ કરવાવાળાને ગણધર કહેવામાં આવ્યા છે.
આગમ વાડ્મયમાં “ગણધર' શબ્દ મુખ્યતઃ બે અર્થોમાં પ્રયુક્ત છે. તીર્થકરના પ્રમુખ શિષ્ય, જે એમના (તીર્થકર) દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાન દ્વાદશાંગીના રૂપમાં સંગ્રહ કરે છે તથા એમના ધર્મસંઘના વિભિન્ન ગણોની સાર-સંભાળ રાખે છે. પોત-પોતાના ગણના શ્રમણોને આગમવાચના આપવાવાળા પણ ગણધર કહેવાય છે. ગણધરોને સૂત્ર આત્મગમ્ય હોય છે. બીજા શબ્દોમાં તેઓ સૂત્રોના કર્તા છે. ગણધરનો બીજો અર્થ છે આર્યાઓ અથવા સાધ્વીઓને પ્રતિજાગૃત રાખવાવાળા અર્થાત્ એમના સંયમજીવનના સમ્યક્ નિર્વહનમાં સદા પ્રેરણા, માર્ગદર્શન અને આધ્યાત્મિક સહયોગ કરવાવાળો શ્રમણ ગણધર કહેવાય છે. ' ગણાવચ્છેદક : આ પદનો વિશેષ સંબંધ વ્યવસ્થા સાથે છે. જે સંઘને આશ્રય આપવો, એને સુદઢ બનાવી રાખવા અથવા સંઘના શ્રમણોની સંયમયાત્રાના સમ્યફનિર્વાહ માટે આવશ્યક સાધનસામગ્રીની ગવેષણા કરવા નિમિત્તે વિહાર કરે છે, પર્યટન કરે છે, પ્રયત્નશીલ રહે છે, તેઓ ગણાવચ્છેદક હોય છે. " શ્રમણ-નિર્વાહ માટે અપેક્ષિત સાધનસામગ્રીના આકલન, તત્સંબંધી વ્યવસ્થા વગેરેની દૃષ્ટિથી ગણાવચ્છેદકના પદનું ઘણું મોટું મહત્ત્વ છે. ગણાવચ્છેદક દ્વારા આવશ્યક ઉપકરણ ભેગા કરવાનું ઉત્તરદાયિત્વ સંભાળી લેવાને લીધે આચાર્યનો સંઘ વ્યવસ્થા સંબંધી ભાર ઘણો હલકો થઈ જાય છે. ફલતઃ એમને ધર્મ-પ્રભાવના તથા સંઘોન્નતિ સંબંધી અન્યોન્ય કાર્યોની સંપન્નતામાં સમય આપવાની અધિક અનુકૂળતા પ્રાપ્ત રહે છે. - કેટલીક વિશિષ્ટ યોગ્યતાઓ : પદો ઉપર અધિષ્ઠિત કરવામાં આવેલા શ્રમણોમાં કેટલીક વિશેષ યોગ્યતાઓ વાંછનીય સમજવામાં આવી હતી. અસાધારણ સ્થિતિઓમાં કેટલાક વિશેષ નિર્ણય લેવાની વ્યવસ્થા પણ રહી છે. “વ્યવહાર સૂત્ર” તથા “ભાષ્ય'માં આ સંદર્ભમાં પ્રસ્તુત વિશદ વિવેચનનાં કેટલાંક પાસાં અહીં ઉપસ્થિત કરવા ઉપયોગી થશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9696969696969696969699 ૨૩ |