Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અને શાસ્ત્રના પારગામી હોય છે, તેઓને શ્રુતસ્થવિર કહેવામાં આવે છે. એમના માટે આયુનું મહત્ત્વ નથી. તેઓ નાની વયના પણ હોઈ શકે છે. પર્યાયસ્થવિર એ હોય છે, જેમનો દીક્ષાકાળ લાંબો હોય છે. એમના માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષની દીક્ષાપર્યાય હોવી જોઈએ.
સ્થવિર-શ્રમણોની પોતાની ગરિમા છે. તેઓ દઢધમાં હોય છે અને સંઘના શ્રમણોને ધર્મમાં, સાધનામાં, સંયમમાં સ્થિર બનાવી રાખવા માટે સદૈવ જાગૃત તથા પ્રયત્નશીલ રહેતા હોય છે. સ્થવિર સંવિગ્ન - મોક્ષના અભિલાષી, માવિત-મૃદુ કે કોમળ પ્રકૃતિના ધણી અને ધર્મપ્રિય હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં ઉપાદેય (શ્રેષ્ઠ) અનુષ્ઠાનોમાં જે શ્રમણ પ્રમાદ કરે છે, એના અનુપાલનમાં અસ્થિર બને છે, સ્થવિર એને જ્ઞાન, દર્શન તથા ચારિત્રથી યાદ અપાવે છે. પતનોન્મુખ શ્રમણોને તેઓ ઐહિક અને પરલૌકિક અધઃપતન દેખાડીને મોક્ષના માર્ગમાં સ્થિર કરે છે. એનાથી સ્પષ્ટ છે કે સંયમજીવનના પ્રહરીનું મહનીય કાર્ય સ્થવિર કરે છે. સંઘમાં એમની ઘણી પ્રતિષ્ઠા તથા શાખ હોય છે. સાર એ છે કે સ્થવિર સંયમમાં સ્વયં અવિચળ-સ્થિરશીલ હોય છે અને સંઘના સદસ્યોને એવા બની રહેવા માટે ઉત્પ્રેરિત કરતા રહે છે.
ગણી : ગણીનો સામાન્ય અર્થ ગણ અથવા સાધુસમુદાયના અધિપતિ છે. અતઃ આચાર્ય માટે પણ આ શબ્દનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ અહીં આનો એક વિશિષ્ટ અર્થ જોવામાં આવે છે. સંઘમાં જે અપ્રતિમ, વિદ્વાન, બહુશ્રુત શ્રમણ રહેતો હતો, તેને જ ગણીનું પદ આપવામાં આવતું હતું.
યદ્યપિ આચાર્યનું સ્થાન સંઘમાં સર્વોચ્ચ હોય છે. પરંતુ એ આવશ્યક નથી કે સંઘગત શ્રમણોમાં તે બધાથી અધિક વિદ્વાન અને અધ્યેતા હોય. ગણીમાં આ કક્ષાની જ્ઞાનાત્મક વિશેષતા હોય છે. ફળસ્વરૂપ તે આચાર્યને પણ વાચના આપી શકે છે. આચાર્ય જો શાસ્ત્ર-અધ્યયનની અપેક્ષા રાખે તો, તે ગણી પાસે શાસ્ત્રાભ્યાસ કરી શકે. જ્ઞાન અને જ્ઞાનીના સત્કારનો આ અનુકરણીય પ્રસંગ છે.
ગણધર : ‘ગણધર'નો શાબ્દિક અર્થ ગણ અથવા શ્રમણસંઘને ધારણ કરવાવાળો, ગણનો અધિપતિ, સ્વામી અથવા આચાર્ય હોય છે.
૨૨ ૨૨ઊઊઊઊઊઊ ની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)