Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એ પ્રકારે ૧૬ વિશેષણ આપવામાં આવ્યાં છે. સૂત્રપાઠ ને અક્ષણ તથા અપરિવર્ત્ય રાખવા પડતા હતા, જે કારણે આટલા વિશાળ આગમવાડ્મયમાં કાળની આટલી લાંબી અવધિની વચ્ચે પણ કોઈ પરિવર્તન નથી આવી શક્યું.
અર્થ અથવા અભિપ્રાયનો આશ્રય સૂત્રનો પાઠ છે, માટે જ એના શુદ્ધ સ્વરૂપને સ્થિર રાખવા માટે સૂત્ર-વાંચન અથવા પઠનનું એટલું મોટું મહત્ત્વ સમજવામાં આવ્યું કે સંઘમાં એને માટે “ઉપાધ્યાય'ના રૂપમાં પૃથક પદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું.
પ્રવર્તક આચાર્યના ઘણાખરાં (બહુવિધ) ઉત્તરદાયિત્વોનાં સમ્યક નિર્વહનમાં સુવિધા રહે, ધર્મસંઘ ઉત્તરોત્તર ઉન્નતિ કરતો રહે, શ્રમણવૃંદ શ્રામણ્યના પરિપાલન અને વિકાસમાં ગતિશીલ રહે, એ હેતુથી અન્ય પદોની સાથે પ્રવર્તકનું પણ વિશિષ્ટ પદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું.
પ્રર્વતક ગણ અથવા શ્રમણ સંઘની ચિંતા કરે છે અર્થાત્ તેઓ એની ગતિવિધિનું ધ્યાન રાખે છે. તેઓ જિનશ્રમણોને તપ, સંયમ તથા પ્રશસ્ત યોગમૂલક અન્યોન્ય સત્પ્રવૃત્તિઓમાં યોગ્ય જાણે છે, એમને એ પ્રવૃત્તિ માટે અનુપ્રેરિત કરે છે. પ્રવર્તકનું એ કર્તવ્ય છે કે જેને જે પ્રવૃત્તિ માટે યોગ્ય માનતા હોય, એને એ તરફ પ્રેરિત અને પ્રવૃત્ત કરે. જે એમને જેની પ્રવૃત્તિના સમ્યફનિર્વાહમાં યોગ્ય ન જણાય, તેમને એ તરફથી નિવૃત્ત કરે છે. સાધક માટે એ પ્રકારના પથનિર્દેશક હોવું પરમ આવશ્યક છે. ગણને તૃપ્ત તુષ્ટ, ઉલ્લાસિત કરવામાં પ્રવર્તક હંમેશાં પ્રયત્નશીલ રહે છે.
સ્થવિર જૈનસંઘમાં સ્થવિરનું પદ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. “સ્થાનાંગ સૂત્ર'માં દશ પ્રકારના સ્થવિર બતાવવામાં આવ્યા છે, જેમાંના અંતિમ ત્રણ - વયસ્થવિર, શ્રુતસ્થવિર તથા પર્યાયસ્થવિરનો સંબંધ વિશેષતઃ શ્રમણજીવન સાથે છે. સ્થવિરનો સામાન્ય અર્થ પ્રૌઢ અથવા વૃદ્ધ છે.
જે જન્મથી અર્થાત્ આયુથી સ્થવિર હોય છે, તેઓ જાતિ અથવા વયથી સ્થવિર કહેવાય છે. “સ્થાનાંગ વૃત્તિ'માં એમના માટે ૬૬ વર્ષની આયુનો સંકેત કરવામાં આવ્યો છે, જે શ્રુત-સમવાય વગેરે અંગ-આગમ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 96969696969696969696962 ૨૧]