________________
૩૮
અતીન્દ્રિય ઈન્દ્રિયજ્ઞાનથી અગોચર, ઈન્દ્રિયોથી જાણી ન શકાય તેવું. (૨) |
ઈન્દ્રિયજ્ઞાન ગોચર નથી. અતીન્દ્રિય શાન ઈન્દ્રિયનો ગુણ તો સ્પર્શાદિક એક ગુણને જ જાણવાનો છે, જેમ
કે ચશ્ન ઈન્દ્રિયનો ગુણ રૂપને જ જાણવાનો છે અર્થાત્ રૂપને જ જાણવામાં નિમિત્ત થવાનો છે. વળી ઈન્દ્રિયજ્ઞાન ક્રમિક છે. કે વળી ભગવાન તો ઈન્દ્રિયોના નિમિત્ત વિના સમગ્ર ઓત્મ પ્રદેશથી સ્પર્શાદિ સર્વ વિષયોને જાણે છે. અને જે સમસ્તપણે પોતાનું ને પરનું પ્રકાશક છે એવા લોકોત્તર જ્ઞાનરૂપે (લૌકિક જ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાન રૂપે) સ્વયમેવ પરિણમ્યા કરે છે; માટે સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અવગ્રહાદિ ક્રમ વિના જાણતા હોવાથી કેવળી ભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. (૩) અતિન્દ્રિય જ્ઞાન સર્વને જાણનાર છે; સર્વજ્ઞતા. (૪) આત્માને ઈન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ હોઈ શકે? ઉત્તર :- આત્માને જ્ઞાન અને સુખરૂપે પરિણમવામાં ઈન્દ્રિયાદિ પર નિમિત્તોની જરૂર નથી; કારણ કે સ્વ-પરનું પ્રકાશકપણું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવું જ્ઞાન અને અનાકુળપણું જેનું લક્ષણ છે એવું
સુખ આત્માનો સ્વભાવ છે. અતીન્દ્રિય રસ હું નિર્દોષ જ્ઞાનમૂર્તિ છુ તેવું ભાન કરી પોતાનું સ્વક્ષેય કરવું, ને
બીજા વિકારને ભૂલી જવું એટલે તેમાં ન જોડાવું, પણ પોતાના
સ્વભાવરસમાં લીન રહેવું તેને અતીન્દ્રિય રસ કહે છે. અતિનિકટપણે અભિન્ન પ્રદેશપણે. અતિનિખુષ :કોતરાં વિનાની અતિ માલવાળી પુષ્ટ. અતિનિષ નિબંધ યુક્તિ કોતરાં વગરના અખંડ ચાવલ જેવો સ્પષ્ટ ન્યાય. અતિપરિણામીપણું આત્માના પરિણામોનો અનંત પરંપરા; આત્માના
પરિણામોનું અતિ-ઘણું ફળદાયીપણું; પરિભ્રમણમાં અત્યંત વધારો. અતિપાક નિર્જરા :આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ પૂરી થતાં
જુદા થઈ ગયાં તે સવિપાક નિર્જરા. અતિભાર આરોપણ પ્રાણીઓની શક્તિથી અધિક ભાર લાદવો તે . અતિમતિમાન :મહાબુદ્ધિશાળી.
અતિમાત્રા :માત્રા-માપ-મર્યાદાને વટાવી જવામાં આવી છે, તેવી પરિસ્થિતિ. અતિરિક્ત શૂન્ય (૨) ભિન્ન અતિવ્યાપ્તિ જ્યારે અમૂર્તપણું અન્ય દ્રવ્યોમાં પણ છે, તેથી તેને જીવનું લક્ષણ
કહેતાં, એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. અમૂર્તપણે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમ અન્ય દ્રવ્યોમાં પણ છે. તેથી અમૂર્તપણા વડે પણ, આત્મા જાણી શકાતો નથી. (૨) પોતાનામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તે અતિ વ્યાપ્તિ દોષ કહેવાય, જેમ કે-અરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે, કેમ કે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજા દ્રવ્યોમાં પણ છે. માટે એરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. (૩) જે લક્ષણ લક્ષમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યાપ્તિ દૂષણ કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તવ્ય કહીએ તો અતિવ્યાતિ દૂષણ લાગે; કારણ કે જેવી રીતે આત્મા અમૂર્તિક છે
તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અમૂર્તિક છે. અતિવ્યાપ્તિ દોષ લક્ષ્ય તેમજ અલલ્માં લક્ષણનું રહેવું તેને અતિવ્યાતિ દોષ કહે
છે. જેમ કે ગાયનું લક્ષણ શીંગડાં. અતિવ્યાપ્તિ દોષ કોને કહે છે ? :લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તેને
અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમકે ગાયનું લક્ષણ શીંગડાં. અતિવિથાણ પુરુષો જ્ઞાની પુરુષો. અતિશય ચડિયાતાપણું; શ્રેષ્ઠતા; વિશિષ્ટતા. (૧) અનાદિ સંસારથી જે
આલાદ પૂર્વે કદી અનુભવાયો નથી, એવા અપૂર્વ, પરમ અભૂત આલાદરૂપ હોવાથી, અતિશય. (૨) અગાધ (૩) શ્રેષ્ઠતા; વિશિષ્ટતા; ચડિયાતાપણું; પુષ્કળ. (૪) અસાધારણ વિશેષતાને અતિશય કહે છે. (૫) વિશેષ ગુણો; શ્રી અહંતને ૩૪ અતિશય હોય છે. (૬) વિશેષતા. (૭) અનાદિ સંસારથી જે આલાદ પૂર્વે કદી અનુભવ્યો નથી એવો અપૂર્વ, પરમ અદ્ભુત આહ્વાદરૂપ હોવાથી અતિશય.