________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨
૧૧
ક્રિયાઓ લક્ષ્યવેધી ઉપયોગથી કરી શકતા નથી, પરંતુ તંદ્રાની મુદ્રાથી કરે છે. જ્યારે વિશિષ્ટ પ્રકારના શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિવાળા મહાત્મા તેવા મૂઢ ભાવની તંદ્રાની મુદ્રાથી પર થયેલા છે, તેથી સેવાતા અનુષ્ઠાન દ્વારા અસ્ખલિત લક્ષ્યને અનુકૂળ ઉત્તર ઉત્તરના ભાવોમાં સુબદ્ધ ઉદ્યમ કરી શકે છે. (૮) પોતાના શ્રેષ્ઠ પ્રયોજનને કરનારા ઃ
જીવનું શ્રેષ્ઠ પ્રયોજન નિર્વાણ છે, જે યોગનિરોધથી પ્રાપ્ત થાય છે અને તેનું અવંધ્યકારણ નિર્મળ કોટીની રત્નત્રયી છે; જે જીવના મોહની અનાકુળ પરિણતિ સ્વરૂપ છે અને તે જીવનું મુખ્ય પ્રયોજન છે. તેને નિષ્પન્ન કરવા માટે આ મહાત્માઓ અત્યંત ઉઘમવાળા હોય છે, તેથી તેઓનો કરાતો ઉદ્યમ સતત નિર્વાણને આસન્ન એવા યોગનિરોધની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને છે.
(૯) સામાયિકવાળા ઃ
આ મહાત્માઓએ સામાયિક ગુણ એવો આત્મસાત્ કરેલો છે કે જેના કા૨ણે સ્વજન-૫૨જન, પુણ્યશાળીપુણ્યહીન, શ૨ી૨ના અનુકૂળ ભાવો-પ્રતિકૂળ ભાવો સર્વ પ્રત્યે સમતાનો પરિણામ વર્તે છે જેથી સર્વક્રિયાકાળમાં કોઈક નિમિત્તને પામીને સંગની પરિણતિની વૃદ્ધિને અનુકૂળ કોઈ ભાવ જ ઉત્થિત થઈ શકતો નથી પરંતુ વિદ્યમાન સામાયિકના પરિણામને સ્થિર સ્થિરત૨ ક૨વાને અનુકૂળ યત્ન વર્તે છે.
(૧૦) વિશુદ્ધમાન આશયવાળા ઃ
જેમ શુક્લપક્ષનો ચંદ્ર પ્રતિદિન કલામાં વધે છે તેમ આ મહાત્માઓ પ્રાપ્ત થયેલા શ્રુતના બળથી આત્માને ભાવિત કરીને વીતરાગતાને અભિમુખ પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામવાળા થાય છે.
(૧૧) યથોચિત પ્રવૃત્તિવાળા
સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ ક્ષયોપશમ ભાવથી થાય છે અને સ્વભૂમિકાનો વિચાર કર્યા વગર કે સ્વભૂમિકાનો વિચાર કરવા છતાં જે કાંઈ ઉચિત પ્રવૃત્તિ થઈ શકતી નથી તે સર્વ કર્મના ઉદયથી થાય છે. અને આ મહાત્મા અત્યંત જિનવચનથી ભાવિત હોવાના કારણે પોતાના સંયોગને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ કરે છે, પરંતુ અનાભોગથી પણ ભૂમિકાનો વિચાર કર્યા વગર કે જે સમયે જે પ્રવૃત્તિનો પ્રસ્તાવ હોય તેનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી. આથી જ આ મહાત્મા યોગ્ય જીવને ઉપદેશનો પ્રસ્તાવ હોય ત્યારે અત્યંત સંવેગથી ભાવિત થઈને ઉપદેશ આપે છે, જેથી શ્રોતાને પરમ સંવેગનું કારણ તેમનો ઉપદેશ બને છે.
:
(૧૨) સાત્મીભૂતશુભયોગવાળા :
આથી જ આ મહાત્મા સાત્મીભૂતશુભયોગવાળા છે અર્થાત્ જેમ તપાવેલો લોખંડનો ગોળો અગ્નિ સાથે એકમેકભાવ થયેલ છે તેમ આ મહાત્માને જિનવચનની પરિણતિ એકમેકભાવરૂપે પરિણમન પામેલ છે, તેથી જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે જિનવચન અનુસાર ઉત્તર ઉત્તરના વીતરાગભાવને પામવામાં જ વિશ્રાંત થાય છે, તેથી સહજ પ્રકૃતિથી તે મહાત્મા શુભયોગવાળા છે અને આવા ગુણસંપન્ન મહાત્માને સાપેક્ષયતિધર્મ