________________
૨૩૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૮ સૂત્ર -
औत्सुक्यवृद्धिर्हि लक्षणमस्याः, हानिश्च समयान्तरे ।।५८/५३९ ।। સૂત્રાર્થ :
હિ=જે કારણથી, આનું ઈચ્છાનું, લક્ષણ ઓસ્ક્યની વૃદ્ધિ અને સમયાંતરમાં હાનિ છેઃપ્રાપ્તિના સમય પછી આગળના સમયમાં ઈચ્છાની હાનિ છે, તે કારણથી મુક્ત થયેલા આત્માની લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ ઈચ્છાથી થઈ નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. I૫૮/પ૩૯ll ટીકા - ‘મોસુચસ્ટ વૃદ્ધિ પ્રર્વ, ‘હિંદ' વક્ષ્માતિ, નક્ષi' સ્વરૂપમા, અત્તરWાતેઃ “વિશ્વ औत्सुक्यस्यैव भ्रंशः 'समयान्तरे' प्राप्तिसमयादग्रेतनसमयलक्षणे ।।५८/५३९।। ટીકાર્ચ -
ગૌસુચી વૃદ્ધિઃ'..... સમયનક્ષને પા હિ જ કારણથી, આનું ઈચ્છાનું, લક્ષણ સ્વરૂપ, ઓસ્ક્યની વૃદ્ધિ-પ્રકર્ષ લક્ષણ છે. અને અર્થાન્તરની પ્રાપ્તિથી સમયાંતરમાં પ્રાપ્તિ સમયથી આગળના સમયરૂપ સમયાંતરમાં સુજ્યની જ હાનિ=ભ્રંશ અર્થાતરની પ્રાપ્તિનું લક્ષણ છે, એમ અવય છે.
આ અર્થ કરવામાં કોઈ વિરોધ નથી. પરંતુ પૂર્વસૂત્ર સાથે તેનું યોજન ટીકાકારશ્રીએ કરેલ છે તેના બદલે અન્ય રીતે ઉચિત છે તેને સામે રાખીને નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે. I૫૮૫૩૯ ભાવાર્થ :
સંસારમાં કોઈ કેદખાનામાં હોય અને કેદથી મુક્ત થાય ત્યારે તેને સ્વગૃહમાં જવાની ઉત્સુકતા થાય છે અને જવાનો પ્રારંભ ન કરે ત્યાં સુધી તેને જવાવિષયક ઉત્સુકતાની વૃદ્ધિ થાય છે. સ્વસ્થાને જવાનો પ્રારંભ કરે ત્યારપછીના સમયમાં તે સુક્યની હાનિ થાય છે અર્થાત્ તે સૂક્યનો નાશ થતો નથી, પરંતુ ગમનનો પ્રારંભ કરેલો હોવાથી કાંઈક કાંઈક ઔસુષ્ય ઘટે છે અને સ્વસ્થાને પહોંચે છે ત્યારે તે સુક્ય શાંત થાય છે.
તેમ કર્મના બંધનથી બંધાયેલ આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે કેદમાંથી છૂટેલા મનુષ્યની જેમ “હું લોકાંત ક્ષેત્રરૂપ મારા સ્થાને જાઉં” તેવી ઇચ્છા પણ મુક્ત આત્માને થતી નથી, કેમ કે તેવી ઇચ્છા ગમનના પ્રારંભ સુધી ઔસ્ક્યની વૃદ્ધિવાળી હોય છે અને ગમનના પ્રારંભ પછી ક્રમસર ઘટતી હોય છે. અને મુક્ત થયેલા આત્મામાં ઔસ્ક્યની વૃદ્ધિ અને હાનિસ્વરૂપ ઇચ્છા સંભવે નહિ, પરંતુ કામના વગર જ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે માટે કેદમાંથી મુક્ત થયેલા પુરુષને સ્વગૃહની પ્રાપ્તિની જેવી મુક્ત આત્માને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિ રૂપ નથી; કેમ કે મુક્ત થયેલા આત્માને માટે મનુષ્યક્ષેત્ર કે સિદ્ધશિલાનું ક્ષેત્ર સમાન જ છે. ફક્ત જીવસ્વભાવથી જ સિદ્ધ થયેલા જીવો લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે. પ૮/પ૩લા