Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | શ્લોક-૪, ૫ ૨૪૧ અગ્નિથી જીવ=ભવ્યજંતુવિશેષ કર્મઇંધણને બાળીને=ભવોપગ્રાહીકર્મલક્ષણ કર્મઇંધણને પ્રલય કરીને, મનુષ્યક્ષેત્રરૂપ ભૂમિમાં સબ્રહ્માદિ પદ વડે સુંદર એવા બ્રહાલોકાંતાદિ શબ્દો વડે, કહેવાયેલા પરમપદને તે=આરાધિત શુદ્ધ સાધુધર્મવાળો જીવ, પ્રાપ્ત કરે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. જો ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રથમ અધ્યાયથી માંડીને અત્યાર સુધી જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું તે ધર્મના સ્વરૂપને જિનવચન અનુસાર યથાર્થ જાણીને, તે “ધર્મ જ જીવનું એકાંત હિત છે' તેવી શુદ્ધ રુચિને ધારણ કરીને સ્વભૂમિકા અનુસાર જે જીવ તે ધર્મ સેવે છે અને ઉત્તર ઉત્તરના ધર્મસેવન પ્રત્યે બદ્ધરુચિ ધારણ કરે છે તે જીવ ક્રમસર ઉત્તર ઉત્તરના ધર્મને પામીને શુદ્ધ સાધુધર્મનો આરાધક બને છે. અને શુદ્ધ સાધુધર્મના સેવનના બળથી તે મહાત્મા નિર્વિકલ્પ સામાયિક રૂપ અસંગભૂમિકાને પ્રાપ્ત કરે છે, જેના બળથી ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને વીતરાગ સર્વજ્ઞ બને છે અને ઉચિત કાળે શુક્લધ્યાનના ચરમ બે પાયારૂપ સદ્દધ્યાનરૂપી અગ્નિ દ્વારા ભવોપગ્રાહી કર્મનો નાશ કરે છે, જેનાથી સર્વકર્મરહિત અવસ્થાને તે મહાત્મા પ્રાપ્ત કરે છે જે અવસ્થા સબ્રહ્માદિ ઉત્તમ શબ્દોથી વાચ્ય છે; કેમ કે જીવનું બ્રહ્મસ્વરૂપ છે અને તે બ્રહ્મસ્વરૂપ પરિપૂર્ણ ત્યાં પ્રગટ થયેલું છે, તેથી સિદ્ધના આત્માઓ “સબ્રહ્માદિ પદથી વાચ્ય બને છે. જો અવતરણિકા - न च वक्तव्यम् - अकर्मणः कथं गतिरित्याह - અવતરણિકાર્ય : અને કર્મ વગર ગતિ કઈ રીતે થાય ? એમ ન કહેવું. એથી કહે છે – શ્લોક - पूर्वावेधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात् समयेनानुगुण्यतः ।।५।। શ્લોકાર્ચ - પૂર્વના આવેધના વશથી જ તસ્વભાવપણાથી અને અનંતવીર્યયુક્તપણું હોવાથી, સમયના આનુગુણ્યથી તે જીવ પરમપદને પ્રાપ્ત કરે છે એમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. llll ટીકા - ‘પૂર્વાઇવશા‘પૂર્વ સંસારાવસ્થાથાં જ ‘માવેશઃ' ગાવેશ મનસ્ય, તસ્ય ‘વશ:,' તસ્મા, 'एव'शब्दोऽवधारणे, 'तत्स्वभावत्वतः,' सः ऊर्ध्वगमनलक्षणो बन्धनमुक्तत्वेनैरण्डबीजस्येव स्वभावो

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266