________________
૨૪૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૬ ટીકા -
नाविःकर्तुमुदारतां निजधियो वाचां न वा चातुरीमन्येनापि च कारणेन न कृता वृत्तिर्मयाऽसौ परम् । तत्त्वाभ्यासरसादुपात्तसुकृतोऽन्यत्रापि जन्मन्यहं, सर्वादीनवहानितोऽमलमना भूयासमुच्चैरिति ।।१।। ટીકાર્ય :
નાવિવર્તુમુદારતાં .... મૂયાસમુક્વેરિતિ મારા વડે આ વૃત્તિ પોતાની બુદ્ધિની ઉદારતાનો આવિષ્કાર કરવા માટે અર્થાત્ પોતાની બુદ્ધિ વિશાળ છે તે બતાવવા માટે કરાઈ નથી અથવા વાણીના ચાતુર્યને પ્રગટ કરવા માટે કરાઈ નથી અને અન્ય પણ કોઈ કારણથી કરાઈ નથી=ખ્યાતિ આદિ અન્ય કોઈ કારણ અર્થે કરાઈ નથી. પરંતુ તત્વના અભ્યાસના રસથી ટીકા રચવાને કારણે જે તત્વના અભ્યાસનો રસ પ્રગટ થયો તેના વશથી, પ્રાપ્ત થયેલા સુકૃતવાળો હું અન્ય પણ જન્મમાં સર્વ અદીતને વહન કરવાથી આનીતઃપ્રાપ્ત એવા, અમલ મનવાળો અત્યંત થાઉં એ પ્રકારના આશયથી મેં આ વૃત્તિ કરી છે એમ અવય છે. II૧] ભાવાર્થ
ટીકાકારશ્રી મુનિચંદ્રસૂરિએ પોતે ટીકા કયા આશયથી કરી છે ? તે આશયને પોતાના આત્મામાં સ્થિર કરવા અને પોતાના તે પ્રકારના આશયને અભિવ્યક્ત કરવા પ્રસ્તુત શ્લોકમાં કહે છે –
મારી બુદ્ધિને લોકો આગળ બતાડવા અર્થે મેં આ ટીકા કરેલ નથી. વળી, મારી વાણીના ચાતુર્યને પ્રગટ કરવા અર્થે મેં આ ટીકા કરેલ નથી. કે વિદ્વાનોની પંક્તિમાં પોતે સ્થાન પામે તે પ્રકારના અન્ય પણ કોઈ કારણથી પોતે ટીકા કરેલ નથી. પરંતુ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનકાળમાં ટીકા રચવાથી તે ગ્રંથના તત્ત્વના અભ્યાસના રસથી અર્થાત્ પ્રસ્તુત ગ્રંથના સૂક્ષ્મ ભાવો ટીકા રચવાના કાળમાં પોતાના હૈયાને પૂછ્યું તેનાથી જે પ્રાપ્ત થયેલું સુકૃત છે, તેવા સુકૃતવાળો હું અન્ય જન્મમાં અત્યંત તેવા પ્રકારના નિર્મળ મનવાળો થાઉં જેથી પુદ્ગલના બાહ્ય ભાવો પ્રત્યે સંગ કરીને જે દીનભાવો આત્મામાં અનાદિકાળથી વર્તે છે તેની હાનિથી પ્રગટ થાય તેવો નિર્મળ બોધ મને જન્માંતરમાં પ્રાપ્ત થાય. જેથી ભગવાનનો ધર્મ તે રીતે આત્મામાં સ્થિર થાય જેથી પોતાનો આત્મા શીઘ્ર વીતરાગ બને. આ પ્રકારના ઉત્તમ આશયથી ટીકાકારશ્રીએ ટીકા રચી છે ટીકા :
।। इति श्रीमुनिचन्द्रसूरिविरचिता धर्मबिन्दुप्रकरणवृत्तिः समाप्ता ।। प्रत्यक्षरं निरूप्यास्या ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्राणि त्रीणि पूर्णानि बुध्यताम् ।।१।।