________________
૨૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૫, ૬ यस्य स तथा, तद्भावस्तत्त्वम्, तस्मात्, 'तथे'ति हेत्वन्तरसमुच्चये, 'अनन्तवीर्ययुक्तत्वाद्' अपारसामर्थ्यसंपन्नत्वात् समयेनैकेन 'आनुगुण्यतः' शैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य समश्रेणितया, 'परमपदं याती'त्यनुवर्तते इति ।।५।। ટીકાર્ય :
‘પૂર્વાથવશ' . તિ | પૂર્વના આવેધતા વશથી જ=સંસારઅવસ્થામાં પૂર્વે જે ગમનનો આવેધ હતો તેના વશથી જ, અને તસ્વભાવથી=બંધનમુક્તપણાથી એરંડલા બીજની જેમ ઊર્ધ્વગમનલક્ષણ તે સ્વભાવથી, અને અનંતવીર્યયુક્તપણું હોવાથીઅપાર સામર્થસંપન્નપણું હોવાથી, એક સમય વડે આનુગુણ્યથી શૈલેશી અવસ્થાથી અવષ્ટબ્ધક્ષેત્રની અપેક્ષા રાખીને સમશ્રેણીપણાથી 'પરમપદમાં જાય છે' એ કથત પૂર્વના શ્લોકથી અનુવર્તન પામે છે.
રતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પા. ભાવાર્થ -
સંસારઅવસ્થામાં જીવ કર્મને વશ પરિભ્રમણ કરવાના સ્વભાવવાળો હતો, પૂર્વના તે ગમનશીલ સ્વભાવના વસથી જ જીવનું તે પ્રકારનું ઊર્ધ્વગમન થવાથી જીવ લોકાંત ક્ષેત્રમાં જાય છે. અર્થાત્ જેમ દંડ દ્વારા ચક્રનું ભ્રમણ કરવામાં આવે તો તે ભ્રમણના વશથી ઉત્તરમાં દંડ દ્વારા ચક્રના ભ્રમણ વગર ચક્ર સ્વાભાવિક ભ્રમણ કરે છે તેમ સિદ્ધના જીવો પૂર્વના ગમનના પરિણામના વશથી ઉત્તરમાં ઊર્ધ્વગમન કરે છે તેથી મુક્ત આત્મા લોકાંત ક્ષેત્રમાં જાય છે.
વળી, જીવનો ઊર્ધ્વગમન સ્વભાવ હોવા છતાં સિદ્ધના જીવોની જેમ સંસારી જીવો ઊર્ધ્વમાં જઈ શકતા નથી; કેમ કે સંસારી જીવો કર્મથી લેપાયેલ છે. કર્મનો લેપ દૂર થવાથી ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે કર્મથી મુક્ત જીવો લોકાંતમાં જાય છે. વળી, સંસારી જીવોનું વ્યાઘાતક એવું વર્તાતરાયકર્મ છે, તેથી લોકાંત ક્ષેત્રમાં જતા નથી. પરંતુ સિદ્ધના જીવોને વ્યાઘાતક વર્યાતરાયકર્મ નહિ હોવાથી અનંતવીર્યયુક્ત છે. તેથી મુક્ત થયા પછી સિદ્ધના જીવો લોકાંત ક્ષેત્રમાં જાય છે.
સિદ્ધશિલા ઉપર ગમન પણ સમયના આનુગુણ્યથી થાય છે અને શૈલેશીઅવસ્થાકાળમાં જેટલા ક્ષેત્રમાં તેમના આત્મપ્રદેશો હતા તેને અનુરૂપ ઉપરના આકાશપ્રદેશની સમાન શ્રેણીથી લોકાંત જાય છે. વળી, સમયાંતરને સ્પર્શ કર્યા વિના જે સમયમાં સર્વકર્મરહિત થાય છે તે સમયમાં જ અસ્પૃશદ્ગતિથી લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે. પણ
શ્લોક :
स तत्र दुःखविरहादत्यन्तसुखसंगतः । तिष्ठत्ययोगो योगीन्द्रवन्धस्त्रिजगतीश्वरः ।।६।।