________________
૨૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૯, ૧૦ તેઓ પોતાના સ્વભાવમાં નિયત પરિણામવાળા હોય છે અને તે સ્વભાવનિયત પરિણામ સદા વર્તે છે. તેથી તેઓને સૂત્ર-૫૮માં કહ્યું તેવા લક્ષણવાળી ઇચ્છા હોતી નથી. તેથી ઇચ્છાથી તેઓ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરતા નથી. માટે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ તેઓને માટે અર્થાતરની પ્રાપ્તિ નથી.
આનાથી એ ફલિત થાય કે જીવ કર્મરહિત બને છે તે વખતે તેનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવમાં ક્યારેય પરિવર્તન થતું નથી. અને ઇચ્છાપૂર્વક સ્થાનાંતરની પ્રાપ્તિ આદિ કૃત્ય કરવામાં આવે, ત્યારે તે જીવ પ્રથમ ઇચ્છાવાળો હોય છે અને સ્થાનાંતરની પ્રાપ્તિ થાય છે ત્યારે ઇચ્છા શાંત થાય છે. તેથી ઇચ્છાપૂર્વકના સ્થાનાંતર ગમનમાં સદા એક સ્વભાવની પ્રાપ્તિ નથી; પરંતુ પૂર્વમાં ઇચ્છાવાળો સ્વભાવ હતો અને ઉત્તરમાં શાંત થયેલી ઇચ્છાવાળો સ્વભાવ છે તેમ માનવું પડે. અને સિદ્ધ ભગવંતો કર્મક્ષયથી માંડીને સદા એક સ્વભાવવાળા હોવાથી ઇચ્છાથી લોકાંત ક્ષેત્રમાં જતા નથી, તોપણ જીવના ઊર્ધ્વગમનના સ્વભાવવાળા હોવાથી લોકાંત ક્ષેત્રમાં જાય છે અને તે સ્વભાવ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પછી પણ તેમનામાં વિદ્યમાન હોવાથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પછી પણ ઊર્ધ્વગમનની ક્રિયાની પ્રાપ્તિ તેમને થવી જોઈએ, છતાં ગતિસહાયક દ્રવ્યના અભાવને કારણે જ ત્યારપછી ઊર્ધ્વગમનની પ્રાપ્તિ સિદ્ધના જીવોને નથી. પલ/પ૪૦ના અવતરણિકા -
एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ -
આ પણ શેનાથી છે ? એથી કહે છેઃસિદ્ધ ભગવંતો આકાલ તે પ્રમાણે અવસ્થિત છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એ પણ શેનાથી છે ? એથી કહે છે –
સૂત્ર :
વર્મલયાવિશેષાત્ દૂ૦/૧૪૧ સૂત્રાર્થ :
કર્મક્ષયનો અવિશેષ હોવાથી પ્રથમ ક્ષણથી માંડીને જ સદા માટે તે પ્રકારે અવસ્થિતિવાળા સિદ્ધના જીવો છે એમ સંબંધ છે. I૬૦/પ૪૧|| ટીકા :
'कर्मक्षयस्य' कात्न्येन सिद्धत्वप्रथमक्षण एव संजातस्य, सर्वक्षणेषु 'अविशेषात्' अभेदात् I૬૦/૪ ટીકાર્ચ -
ર્મક્ષયસ્થ' .... મેલા કર્મક્ષયનો=સિદ્ધત્વના પ્રથમ ક્ષણમાં જ સંપૂર્ણથી થયેલા કર્મક્ષયનો,