________________
૨૩૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૭ સૂત્ર:
अतोऽकामत्वात् तत्स्वभावत्वान्न लोकान्तक्षेत्राप्तिराप्तिः ।।५७/५३८ ।। સૂત્રાર્થ:
આથી કમરહિત અવસ્થાની પ્રાપ્તિની પ્રથમ ક્ષણથી માંડીને સિદ્ધના આત્મા સ્વસ્વભાવનિયત અને વિનિવૃત્ત ઇચ્છાના પ્રપંચવાળા છે આથી, લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પ્રાપ્તિ નથી લોકાંત ક્ષેત્રની પ્રાતિરૂપ અર્થાતરની પ્રાપ્તિ નથી; કેમ કે અકામપણું છે કર્મરહિત થયા પછી મારે સિદ્ધક્ષેત્રમાં જવું છે એ પ્રકારનું કામનારહિતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જો સિદ્ધક્ષેત્રમાં જવાની કામના ન હોય તો મનુષ્યક્ષેત્રમાં મુક્ત થયેલા સિદ્ધના આત્મા સિદ્ધશિલા ઉપર કેમ જાય છે ? તેથી બીજો હેતુ કહે છે – તસ્વભાવપણું છે-મુક્ત થયેલા આત્માનું ઊર્ધ્વગમનસ્વભાવપણું છે, તેથી ધર્માસ્તિકાયની અવધિ સુધી ઊર્ધ્વ જઈને સ્થિર થાય છે. પ૭/પ૩૮. ટીકા :_ 'अतो' विनिवृत्तेच्छाप्रपञ्चत्वात् यद् 'अकामत्वं' निरभिलाषत्वं तस्मात् यत् 'तत्स्वभावत्वम्' अर्थान्तरनिरपेक्षत्वं तस्मात् 'न लोकान्तक्षेत्राप्तिः' सिद्धिक्षेत्रावस्थानरूपा 'आप्तिः' अर्थान्तरेण सह સંવન્યઃ સાપ૭/પ૨૮ાા ટીકાર્ચ -
તો'.... સવઃ આથી વિનિવૃત ઇચ્છાનું પ્રપંચપણું હોવાથી, જે અકામપણું નિરભિલાષપણું. તેનાથી જે તસ્વભાવપણું અર્થાતર નિરપેક્ષપણું, તેનાથી=અર્થાતર નિરપેક્ષપણાના સ્વભાવથી લોકાંતક્ષેત્રની પ્રાપ્તિ-સિદ્ધક્ષેત્રના અવસ્થાનરૂપ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ, પ્રાપ્તિ નથી=અર્થાતરની સાથે સંબંધરૂપ પ્રાપ્તિ નથી. પ૭/૫૩૮. ભાવાર્થ
આ ટીકાનો અર્થ કોઈ સ્પષ્ટતાથી જોડાતો નથી. તેથી અમે સૂત્રનો ભાવાર્થ અન્ય રીતે નીચે પ્રમાણે કરેલ છે –
જીવ યોગનિરોધ કરીને જે ક્ષણમાં સર્વકર્મરહિત બને છે તે ક્ષણમાં અઢીદ્વીપના જે ક્ષેત્રમાં પોતે છે તે ક્ષેત્રથી ઊર્ધ્વમાં લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે. તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિરૂપ નથી. કેમ અર્થાતરની પ્રાપ્તિ નથી ? એથી કહે છે – જે ક્ષણમાં જીવ સર્વકર્મરહિત થાય છે તે ક્ષણમાં જીવ પોતાના સ્વરૂપ માત્રમાં પ્રતિષ્ઠિત થાય છે અને