________________
૨૩૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૬, ૫૭ માત્રમાં પ્રતિષ્ઠિત આકસિદ્ધ ભગવાન, વિનિવૃત ઇચ્છાના પ્રપંચવાળા છે અત્યંત નિવૃત થઈ છે સર્વ અર્થગોચર સ્પૃહાનો પ્રબંધ જેને તેવા છે. પ૬/૫૩૭ના ભાવાર્થ :
સર્વકર્મરહિત થયેલો જીવ જે ક્ષણમાં સર્વકર્મથી મુક્ત થાય છે તે જ ક્ષણમાં પોતાના સ્વરૂપ માત્રમાં પ્રતિષ્ઠિત બને છે. આનાથી એ ફલિત થાય કે ૧૪માં ગુણસ્થાનક કાળમાં તે મહાત્મા પૂર્ણ સ્વસ્વભાવમાં ન હતા, પરંતુ કર્મજન્ય સ્વભાવ જે અનાદિકાળનો છે તે યોગસાધના દ્વારા ક્ષીણ કરતાં કરતાં ૧૪મા ગુણસ્થાનક સુધી તે કર્મજન્ય સ્વભાવ કંઈક અંશથી હતો. તેના પૂર્વે તે કર્મજન્ય સ્વભાવ અધિક હતો. આથી જ મિથ્યાત્વ અવસ્થામાં કર્મજન્ય સ્વભાવ પ્રચુર હતો તે ક્ષીણ થવાથી કંઈક અંશથી સ્વભાવ પ્રગટ થયો તોપણ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગજન્ય સ્વભાવ તે મહાત્મામાં હતો અને યોગનિરોધ કર્યા પછી તે યોગજન્ય સ્વભાવ પણ ગયો. તોપણ અવશેષ કર્મજન્ય સ્વભાવ વિદ્યમાન છે અર્થાત્ અવશેષ એવા અઘાતી કર્મ જન્ય સ્વભાવ વિદ્યમાન છે, આથી જ યોગનિરોધઅવસ્થામાં પણ શાતા-અશાતા આપાદક કર્મ જન્ય સ્વભાવ વિદ્યમાન છે. સર્વ કર્મ રહિત અવસ્થા હોવાથી મુક્ત થયેલા આત્મા પ્રથમ ક્ષણથી માંડીને સદા માટે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. અને જીવને જે કાંઈ પ્રાપ્તવ્ય હતું તે પોતાનું મૂળ સ્વરૂપ જ હતું. તેથી મુક્ત અવસ્થાની પ્રથમ ક્ષણથી માંડીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ સર્વ અર્થ વિષયક જે સ્પૃહાનો પ્રપંચ સંસારઅવસ્થામાં હતો તે અત્યંત નિવૃત્ત થાય છે. તેથી કોઈ પ્રકારની ઇચ્છા નહિ હોવાને કારણે અને જીવને પ્રાપ્તવ્ય એવું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું હોવાને કારણે તે જીવને અર્થાતરની પ્રાપ્તિ નથી. પ/પ૩૭ના અવતરણિકા -
आकाशेनापि सह तस्य संबन्धं निराकुर्वनाह - અવતરણિતાર્થ - આકાશની સાથે પણ તેમના=સિદ્ધના જીવોના, સંબંધને નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની ટીકાકારશ્રીની અવતરણિકા કરતાં વિશેષ પ્રકારનો અર્થ પૂર્વના પ્રતિસંધાનથી પ્રાપ્ત થાય છે તેથી અમે અન્ય પ્રકારે અવતરણિકા નીચે પ્રમાણે કરેલ છે. અવતરણિકા :
જો સિદ્ધના આત્માઓ સ્વસ્વભાવ નિયત હોવાને કારણે અને સર્વથા ઈચ્છા વગરના હોવાને કારણે અથતરની પ્રાપ્તિ કરતા નથી તો જે ક્ષણમાં, જે ક્ષેત્રમાં સર્વકર્મરહિત બને છે તે ક્ષેત્રથી ઊર્ધ્વમાં લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કેમ કરે છે? અર્થાત તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ મનુષ્યક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રની પ્રાપ્તિરૂપ હોવાથી અથતરની પ્રાપ્તિ સ્વરૂપ જ છે તે પ્રકારની શંકાનું નિવારણ કરવા કહે છે –