________________
૨૩૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ / સુત્ર-૫૭, ૫૮ તે સ્વરૂપમાં જ સદા રહેનારો છે તેથી તે સ્વરૂપથી અન્ય સ્વરૂપની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિકાળમાં નથી. જેમ ૧૪માં ગુણસ્થાનકમાં તે જીવ કર્મવાળી અવસ્થામાં હતો અને કર્મરહિત થાય છે ત્યારે તે જીવને પૂર્ણ સ્વસ્વભાવની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ થાય છે. અને તે અર્થાતરની પ્રાપ્તિ થયા પછી તે અવસ્થાથી અન્ય અવસ્થાની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ તે મુક્ત અવસ્થાવાળા સિદ્ધના આત્માને નથી; કેમ કે સર્વપ્રયોજન વિષયક સ્પૃહા વગરના સિદ્ધના આત્મા છે માટે કોઈ પ્રયોજન અર્થે પ્રવૃત્તિ કરીને અર્થાતરની પ્રાપ્તિ કરતા નથી.
ત્યાં પ્રશ્ન થાય કે તે મહાત્મા મનુષ્યક્ષેત્રમાંથી મુક્ત થયા અને લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે તેથી તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે –
સર્વકર્મરહિત થયેલા તે મહાત્માને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિની કામના નથી. તેથી કામનાથી જેમ અર્થાતરની પ્રાપ્તિ થાય છે તેમ કામનાથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ થઈ નથી. માટે તેઓની લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિરૂપ નથી.
અહીં પ્રશ્ન થાય કે જો મુક્ત થયેલા જીવને લોકાંત ક્ષેત્રમાં જવાની કામના ન હોય તો લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ તેમને કેમ થઈ ? તેમાં હેતુ કહે છે –
તસ્વભાવપણું છે=સર્વકર્મરહિત મુક્ત થયેલા આત્માનું ઊર્ધ્વગમન સ્વભાવપણું છે. તેથી સર્વકર્મરહિત થયા પછી જેમ શેયને જાણવાની ઇચ્છા નહિ હોવા છતાં શેયનું જ્ઞાન તે પ્રકારના જીવના સ્વભાવને કારણે સિદ્ધના જીવોને થાય છે તેમ આ ક્ષેત્ર મને પ્રતિકૂળ છે, સિદ્ધશિલાનું ક્ષેત્ર મને અનુકૂળ છે તેવો કોઈ પરિણામ નહિ હોવા છતાં ઊર્ધ્વગમનનો સ્વભાવ હોવાને કારણે કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો ઊર્ધ્વમાં જાય છે અને લોકોના અંત પછી ધર્માસ્તિકાય નહિ હોવાથી ત્યારપછી ઊર્ધ્વગમન કરતા નથી. તેથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ સ્વભાવથી થઈ છે, માટે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ એ અર્થાતરની પ્રાપ્તિ નથી. Ifપ૭/પ૩૮II અવતરણિકા -
एतदपि भावयति - અવતરણિકાર્ય :આને જ ભાવત કરે છે –
આ અવતરણિકાનું તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. તેથી અમે અન્ય રીતે અવતરણિકા નીચે પ્રમાણે કરેલ છે. અવતરણિકા:
કર્મથી મુક્ત થયેલો આત્મા લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે તે ઊર્ધ્વગમન સ્વભાવના કારણે કરે છે. ઈચ્છાને કારણે નથી કરતો એમ સૂત્ર-૫૭માં કહ્યું. ત્યાં શંકા થાય કે કર્મથી મુક્ત થયેલો આત્મા ઈચ્છાથી લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે એમ સ્વીકારીએ તો શું વાંધો ? એથી કહે છે –