________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | સૂત્ર-૩૫, ૩૬ ટીકાર્ચ -
‘ગત ' .. સમસ્તેતિ આથી જ=હિતાહિત પ્રવૃત્તિ-નિવૃત્તિનું ભાવનામૂલપણું હોવાથી જ, ભાવતા દષ્ટ-જ્ઞાતથીeભાવનાથી દષ્ટ અને જ્ઞાત વસ્તુને પ્રાપ્ત કરીને, વિપર્યયનો અયોગ છે=વિપર્યાસ અપ્રવૃત્તિરૂપ વિપર્યયનો અયોગ છે. જે કારણથી મતિના વિપર્યા વગર મનુષ્યને હિતમાં અપ્રવૃત્તિ અને અહિતમાં પ્રવૃત્તિ થાય નહિ. અને આ=મતિવિપર્યાસ ભાવનાજ્ઞાનમાં નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૪૦રા ભાવાર્થ :
આત્માને મોક્ષને અનુકૂળ હિતની પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ ભાવનાજ્ઞાનથી જ થાય છે, અન્ય જ્ઞાનોથી થતી નથી. આથી જ ભાવનાજ્ઞાનવાળા યોગીને જે ક્રિયાથી જે ભાવ નિષ્પાદ્ય છે તે ભાવ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી દષ્ટ છે અને તે પ્રવૃત્તિ કરીને જે આગળ આગળની ભૂમિકાને પ્રાપ્ત કરવાની છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી જ્ઞાત છે, તેથી ભાવનાજ્ઞાનવાળા યોગીઓ પોતાની ભૂમિકા અનુસાર જે ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે અને જે અનુચિત અનુષ્ઠાનથી નિવૃત્તિ કરે છે તેમાં વિપર્યાસનો અયોગ છે. આથી જ નંદિષેણ મુનિ વેશ્યાને ત્યાં રહીને પણ યોગ્ય જીવોને જે પ્રકારનો સન્માર્ગનો બોધ કરાવતા હતા અને તેમને સંયમમાર્ગે મોકલતા હતા તે ઉપદેશની પ્રવૃત્તિકાળમાં જેમ તેમનો ઉપદેશ અન્ય જીવોના ઉપકારનું કારણ હતું તેમ પોતાના પણ સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશને અનુકૂળ અંતરંગ યત્નવાળો હતો; કેમ કે મહા સંવેગપૂર્વક દેશના આપીને અન્ય જીવોને જેમ તે બોધ કરાવતા હતા તેમ પોતાનામાં વર્તતા સંવેગના પરિણામથી પોતાના પણ મોક્ષનાં પ્રતિબંધક કર્મોનો ક્ષય કરતા હતા, તેથી ભાવના જ્ઞાનવાળા પુરુષ મતિમાન હોય છે અને પ્રતિમા–પુરુષ અવશ્ય હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરે છે. [૩૫/૪૦રા અવતરાણિકા -
एतदपि कथं सिद्धमित्याह - અવતરણિકાર્ય :આ પણ=ભાવનાશાનમાં વિપર્યયતો અયોગ છે એ પણ, કેવી રીતે સિદ્ધ છે ? એથી કહે છે –
સૂત્ર :
तद्वन्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेभ्यो निवर्तमाना दृश्यन्त एवान्यરક્ષાવિતિ રૂ૬/૪૦રૂા.