________________
૧૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨પ અવતરણિકા :
निगमयन्नाह - અવતરણિકાર્ચ -
નિગમન કરતાં કહે છેસૂત્ર-૧૮માં કહ્યું કે તીર્થંકરનો ભવ પ્રકૃષ્ટ પરાર્થકરણરૂપ છે અને કઈ રીતે તીર્થંકર પ્રકૃષ્ટ પરાર્થકરણ કરે છે? તેનું સૂત્ર-૧૯થી ૨૪ સુધી સ્પષ્ટીકરણ કર્યું. તેનું નિગમન કરતાં
સૂત્ર:
ત્તિ પરં પરાર્થશરણમ્ ગાર/૧૦દ્દા
સૂત્રાર્થ
આ પ્રકારે સૂ-૧લ્થી ૨૪ સુધી વર્ણન કર્યું એ પ્રકારે પ્રકૃષ્ટ પરાર્થકરણ ભગવાનનું છે.
II૫/૫૦૬
ટીકાઃ
રૂતિ વં યથા " “પરં પાર્થર' તથા મવા રૂતિ ગાર/૧૦ળ્યા ટીકાર્થ:
તિ'. રૂતિ આ રીતે=જે પ્રમાણે સૂત્ર-૧૯થી ૨૪ સુધી પૂર્વમાં કહ્યું એ રીતે, તે ભગવાનનું= તીર્થંકર રૂપે થયેલા ભગવાનનું, પ્રકૃષ્ટ પરાર્થકરણ છે=અન્ય જીવોને પ્રકૃષ્ટ ઉપકાર છે.
‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. રપ/૧૦૬ ભાવાર્થ :
તીર્થંકરો વચનાતિશયવાળા હોવાથી સન્માર્ગનો બોધ કરાવીને જગતના જીવોને અતીન્દ્રિય ભાવો વિષયક સૂક્ષ્મ બોધ કરાવે છે જે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારી જીવો સાનુબંધી સુખની પ્રાપ્તિ દ્વારા અંતે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે સૂત્ર-૧૯થી ૨૪માં બતાવ્યું. તે તીર્થંકર દ્વારા થયેલો અન્ય જીવો ઉપર પ્રકૃષ્ટ ઉપકાર છે; કેમ કે સંસારી જીવો કોઈને ધનાદિ આપીને દારિદ્ર દૂર કરે, કોઈક દરિદ્રીને શ્રીમંત બનાવે, કોઈ રોગીને ઉચિત ઔષધ આપીને રોગમુક્ત કરે, તે ઉપકાર ક્ષણભર તૃપ્તિ આપે છે, તેથી તે ઉપકાર આ ભવ પૂરતો સીમિત છે જ્યારે તીર્થકરોએ કરેલો ઉપકાર તો જીવને દુર્ગતિથી રક્ષણ કરીને સદ્ગતિની પરંપરા દ્વારા તીર્થકરતુલ્ય સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે માટે પ્રકૃષ્ટ ઉપકાર છે. આપપ૦ના