________________
૨૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૪૭, ૪૮ ઇચ્છા અનુસાર જે ભોગમાં શ્રમ કરવામાં આવે છે તે શ્રમ સ્વયં સુખરૂપ નથી; પરંતુ તે શ્રમના બળથી જે ઇચ્છાઓનું શમન થાય છે તે ક્ષણભર સુખ સ્વરૂપ છે અને તે ઇચ્છાના શમન અર્થે જે અંતરંગ ફ્લેશો કર્યા અને જે આરંભ-સમારંભ કર્યો તેના ફળરૂપે કર્મબંધ અને દુર્ગતિની પ્રાપ્તિ આદિ છે; તેથી સર્વ દુઃખોનું મૂળ ઇચ્છા જ છે. માટે ઇચ્છાના ઉચ્છદ અર્થે વીતરાગનાં વચનનું અવલંબન લઈને મહાત્માઓ વીતરાગનાં વચનોથી આત્માને સદા ભાવિત કરવા માટે વિતરાગનાં વચન અનુસાર તે તે પ્રવૃત્તિઓ કરે છે. તેથી તે તે પ્રવૃત્તિઓ દ્વારા જેમ જેમ તેમનો આત્મા વીતરાગનાં વચનથી ભાવિત થાય છે તેમ તેમ ઇચ્છાના બીજનો નાશ થાય છે. તેથી સર્વ ભાવો પ્રત્યે નિરુત્સુક ચિત્ત રાખીને આત્માને સર્વથા ઇચ્છા વગરનો કરવા માટે જે મહાત્માઓ નિરુત્સુકતાથી પ્રવૃત્તિ કરે છે તેઓને સ્વાથ્ય વર્તે છે, પરંતુ સંસારી જીવોની જેમ સૂક્યનું દુઃખ તેઓને ઉદ્રક પામેલું નથી. વળી, કેવલી પણ સંપૂર્ણ ઇચ્છા વગરના હોવા છતાં, સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે સર્વ નિરુત્સુકતારૂપ હોવાથી સ્વાથ્યરૂપ જ છે. ફક્ત અપ્રમત્તમુનિઓ ભાવસ્વાથ્યની વૃદ્ધિ કરી રહ્યા છે અને કેવલી ભાવસ્વાથ્યને પૂર્ણ પામેલા છે, છતાં પરમ સ્વાથ્ય જે સિદ્ધ અવસ્થામાં છે તેની પ્રાપ્તિ કેવલીને પણ નથી. I૪૭/પ૨૮ અવતરણિકા -
एवं च सति यत्सिद्धं तदाह - અવતરણિકાર્ય - અને આમ થયે છતે=નિરુત્સુકપણાથી પ્રવૃત્તિને કારણે સ્વાસ્થ થયે છતે જે સિદ્ધ થાય છે તેને કહે
આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. પરંતુ તેના સ્થાને આ પ્રમાણે અવતરણિકા વધારે સંગત જણાય છે.
અહીં પ્રશ્ન થાય કે અપ્રમાદથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા મહાત્માઓ અને સયોગી કેવલીઓ હિત અર્થે પ્રવૃત્તિ કરે છે તેથી તેઓને પણ સ્વાસ્થ છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં; કેમ કે જેમ સંસારી જીવો ભોગાદિ અર્થે પ્રવૃત્તિ કરે છે છતાં તેઓમાં ઓસ્ક્ય હોવાને કારણે સ્વાસ્થ નથી તેમ વીતરાગતા અર્થે પ્રવૃત્તિ કરનાર મહાત્માઓ અને સયોગી કેવલીઓ પણ હિત અર્થે પ્રવૃતિ કરે છે માટે તે તે હિતની પ્રાપ્તિની ઇચ્છાથી પ્રવૃત્તિ થાય છે, તેથી તેઓમાં પણ સ્વાથ્ય નથી તેમ માનવું જોઈએ. એથી કહે છે –
સૂત્ર :
परमस्वास्थ्यहेतुत्वात् परमार्थतः स्वास्थ्यमेव ।।४८/५२९ ।। इति ।। સૂત્રાર્થ - પરમસ્વાધ્યનું હેતુપણું હોવાથી નિરુત્સુકતાથી જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર મહાત્માની