________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૬
૨૧૯
* પૂર્વસૂત્રમાં કહેલ કે દુઃખશક્તિનો ઉદ્રેક હોવાથી અસ્વાસ્થ્યની સિદ્ધિ છે. તે વચન અનુસાર વિચારીએ તો એ પ્રકારની જિજ્ઞાસા થાય કે ઔત્સક્યકાળમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે અને તેના પૂર્વે દુઃખશક્તિનો અનુવ્રેક છે તે કેમ નક્કી થાય ? તેના ઉત્તરરૂપે સૂત્ર કહેલ છે, માટે અવતરણિકામાં ફેરફાર કરેલ છે.
સૂત્રઃ
હિતપ્રવૃત્ત્વા ।।૪૬/૧૨૭।।
સૂત્રાર્થ :
:
હિતમાં પ્રવૃત્તિ હોવાથી=ઔત્સુક્યને કારણે ઔત્સક્યના નિવારણરૂપ હિતમાં પ્રવૃત્તિ હોવાથી, ઔત્સક્યમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે એમ અન્વય છે. ।।૪૬/૫૨૭ાા
ટીકા ઃ
'हितप्रवृत्त्या' हितेषु दुःखशक्त्युद्रेकवशसंजातास्वास्थ्यनिवर्त्तकेषु वस्तुषु मनः प्रीतिप्रदप्रमदादिषु ‘પ્રવૃત્ત્વા’ ચેષ્ટનેન ।।૪૬/૧૨૭।।
ટીકાર્થ ઃ
*****
‘હિતપ્રવૃત્ત્વા’ • ચેષ્ટનેન ।। હિતમાં પ્રવૃત્તિ હોવાથી=દુઃખશક્તિના ઉદ્રેકને વશ થયેલા અસ્વાસ્થ્યની નિવર્શક એવી મનને પ્રીતિ કરનાર સ્ત્રી આદિ વસ્તુરૂપ હિતમાં પ્રવૃત્તિ હોવાને કારણે ઔત્સુક્યકાળમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે એમ અન્વય છે. ૪૬/૫૨૭ના
ભાવાર્થ:
સંસારી જીવોને કોઈક ક્રિયા સમાપ્ત કર્યા પછી કોઈક અન્ય પ્રવૃત્તિ વિષયક ઉત્સુકતા થાય છે ત્યારે તેઓ જે પ્રકારની ઉત્સુકતા થઈ હોય તેને અનુરૂપ સ્ત્રી આદિ રૂપ હિતવાળી વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે છે. તેથી નક્કી થાય છે કે ઉત્સુકતાથી વ્યાકુળ થયેલો જીવ ઉત્સુકતાના શમન માટે તે તે સ્ત્રી આદિ વસ્તુમાં પ્રવૃત્તિ કરીને સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કરે છે. તેથી તે વિષયની પ્રાપ્તિ પૂર્વે જે ઉત્સુકતા હતી તે દુઃખના વેદનરૂપ હતી, આથી જ તેના શમનમાં પ્રયત્ન થાય છે.
જેમ ગ૨મીથી વ્યાકુળ થયેલો જીવ શીતળતાના ઉપાયોને સેવે છે તેમ તે તે ઇચ્છાથી વ્યાકુળ થયેલો જીવ તે તે ઇચ્છાઓના શમનના ઉપાયમાં યત્ન કરે છે. જો ઔત્સક્યકાળમાં દુઃખનું સંવેદન ન હોય તો તે જીવ તેના નિવર્તન માટે યત્ન કરે નહિ.
આનાથી એ નક્કી થાય છે કે જીવમાં ઔત્સુક્ય પૂર્વે જે દુઃખશક્તિ હતી તે જ દુઃખશક્તિ ઔત્સુક્યકાળમાં ઉદ્રેક પામે છે અને તે તે પ્રવૃત્તિથી ઔત્સુક્યનું શમન થવાથી સુખ થાય છે. માટે ઔત્સક્યમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે તેમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૪૬/૫૨૭ના