________________
૨૨૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૦, ૫૧
કેમ પ્રતીતિ સિદ્ધ છે ? એથી કહે છે
સંપન્ન ધ્યાનરૂપ અમલ માનસવાળા મહામુનિઓ સ્વયં જ આ અર્થને સ્વીકારે છે=સૂત્ર-૪૯માં કહ્યું એ અર્થને સ્વીકારે છે, પરંતુ એ કથનમાં પરના ઉપદેશની આકાંક્ષા રાખતા નથી.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૦/૫૩૧॥
ભાવાર્થ:
જે મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, જીવની સુંદર અવસ્થા કઈ છે તેના ૫૨માર્થને જાણનારા છે અને સંસારી જીવોની જે ભોગાદિ અર્થે પ્રવૃત્તિ છે તે કઈ રીતે સંસારના પરિભ્રમણનું કારણ છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ કઈ રીતે ચિત્તને નિરુત્સુક કરીને વીતરાગતાનું કારણ છે તેના પરમાર્થને જાણનારા છે, તે મહાત્માઓ સદ્યોગ ચિત્તવાળા છે. અર્થાત્ આત્માને માટે સુંદર પ્રવૃત્તિ શું છે તેના પરમાર્થને જાણનારા ચિત્તવાળા છે. તે સદ્યોગ ચિત્તવાળા મહાત્માઓને પ્રતીતિ સિદ્ધ છે અર્થાત્ સ્વઅનુભવથી સિદ્ધ છે કે સંસારી જીવો ભોગાદિમાં પ્રવૃત્તિ કરીને વિકારોની વૃદ્ધિ કરે છે અને તેનાથી સર્વ અર્નથોની પરંપરાને પ્રાપ્ત કરે છે અને તત્ત્વના પરમાર્થને જાણનારા યોગીઓ યોગમાર્ગની વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને મોહના અનાદિકાળના વિકારોને શાંત શાંતતર કરે છે, જેનાથી હિતની પરંપરાની પ્રાપ્તિ થાય છે; તેથી તે મહાત્માઓને પ્રતીતિથી સિદ્ધ છે કે આત્મભાવોમાં વિશ્રાંતિની જે પ્રવૃત્તિ છે તે હિતાર્થ પ્રવૃત્તિ છે અને સંસારી જીવોની સ્કૂલથી દેખાતી હિતાર્થ પ્રવૃત્તિ પરમાર્થથી હિતાર્થ અપ્રવૃત્તિ જ છે.
પ્રસ્તુત ટીકાની સાથે અમારો ભાવાર્થ કાંઈક સંલગ્ન થાય છે તોપણ કાંઈક જુદો પડે છે; કેમ કે સદ્યોગ ચિત્તવાળા મહામુનિ સિવાયના સમ્યગ્દષ્ટિ આદિ જીવો પણ સદ્યોગવાળા છે, તેઓને પણ સ્વપ્રતીતિ સિદ્ધ છે કે તેઓ ભગવદ્ભક્તિ આદિ કરે છે ત્યારે પરમસ્વાસ્થ્યને અનુકૂળ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરે છે, જ્યારે સંસારમાં ભોગાદિની પ્રવૃત્તિ કરનારા જીવો ભોગથી ક્ષણભર તૃપ્તિ મેળવે છે તે પ૨મસ્વાસ્થ્યને અનુકૂળ નથી. તેથી ટીકાકારશ્રી સાથે અમે કરેલા ભાવાર્થમાં ખાસ કોઈ વિરોધ નથી; કેમ કે ટીકાકારશ્રીના વચન અનુસાર સદ્યોગ ચિત્તવાળા મહાત્માઓને ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર માન્ય છે તેમ અર્થથી સમ્યગ્દષ્ટિ જીવોને પણ સદ્યોગ ચિત્તવાળા સ્વીકારીને તેઓને પણ ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર માન્ય છે તેમ સ્વીકારવું જોઈએ. II૫૦/૫૩૧॥
અવતરણિકા :
अथ प्रस्तुत
અવતરણિકાર્ય :
હવે પ્રસ્તુતને જ કહે છે .
ભાવાર્થ:
સૂત્ર-૪૨માં કહેલ કે મોક્ષમાં ગયેલા જીવોને સમાપ્ત કાર્યપણું હોવાથી કોઈ પ્રવૃત્તિ નથી. કેમ મોક્ષના