________________
૨૩૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૫૪ તેની નિવૃત્તિ છે અપેક્ષાની નિવૃત્તિ છે. દુઃખપણાથી અનિવૃત્તિ જ છે અપેક્ષાની અનિવૃત્તિ જ છે. I૫૪/પ૩પII ટીકા -
અર્થાન્તર' ઝિયાર્થરૂપસ્ય “પ્રા' નામે “દિ' રચાત્ “ત્રિવૃત્તિઃ' મિટાદदुःखत्वेनार्थान्तरप्राप्तेरनिवृत्तिरेव दुःखस्येति ।।५४/५३५ ।। ટીકાર્ય :
‘અર્થાન્તર' ... દુઃાતિ હિ=જે કારણથી, ઈન્દ્રિયાર્થરૂપ અર્થાતરની પ્રાપ્તિથી=લાભથી, તેની નિવૃત્તિ છે–દુખની નિવૃત્તિ છે. અર્થાતરની પ્રાપ્તિથી દુખપણારૂપે દુખની અનિવૃત્તિ જ છે. i૫૪/૫૩૫ા. ભાવાર્થ :
ટીકાકારશ્રીએ જે અર્થ કરેલ છે તેમાં ખાસ કોઈ વિરોધ નથી, તોપણ સિદ્ધ અવસ્થાનાં સુખને સામે રાખીને તે પ્રસ્તુત સૂત્રનું યોજન કર્યું નથી. તેથી અમે સૂત્ર-૫૧ની સાથે પ્રતિસંધાનવાળાં સિદ્ધ અવસ્થાનાં સુખને સામે રાખીને નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે.
જે જીવોને જે વસ્તુની ઇચ્છારૂપ અપેક્ષા હોય અને તે ઇચ્છાને અનુરૂપ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે અર્થાતરની પ્રાપ્તિથીeઇચ્છાની નિવૃત્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિથી, અપેક્ષાની નિવૃત્તિ થાય છે. જેમ કોઈક જીવને સુધા લાગેલી હોય ત્યારે તેને સુધાના શમનની ઇચ્છા થાય છે અને તે ઇચ્છારૂપ અપેક્ષાથી પ્રેરાઈને ભોજનક્રિયા કરે છે તેનાથી તેના શરીરમાં જે સુધાવાળી અવસ્થા હતી તેનાથી અર્થાતરની પ્રાપ્તિરૂપ સુધાશમનવાળી અવસ્થાની પ્રાપ્તિ થઈ. તેથી તે જીવને આહારગ્રહણ કરવાની ઇચ્છારૂપ જે અપેક્ષા હતી, તેની નિવૃત્તિ થાય છે, તોપણ દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી જ. આથી જ તે જીવને અપેક્ષા હોય છે કે “મને સમૃદ્ધિ મળો, હું મૃત્યુ ન પામું અથવા હું નરક કે દુર્ગતિઓમાં ન જાઉં” તે તે પ્રકારની જે જે અપેક્ષાઓ પડેલી છે તેને અનુરૂપ અપ્રાપ્તિના કારણે દુઃખ રૂપે અપેક્ષા વિદ્યમાન છે. ફક્ત કેટલીક વખત તે અપેક્ષા નિમિત્તને પામીને અભિવ્યક્ત થાય છે, જ્યારે કેટલીક વખત અન્ય વિચારોમાં ચિત્ત વ્યગ્ર હોવાથી તે ઇચ્છાઓ વ્યક્ત રૂપે દેખાતી નથી. અને કેટલીક વખત તે અપેક્ષારૂપ ઇચ્છા વ્યક્ત થયા પછી પણ તે ઇચ્છા અનુસાર પ્રાપ્તિ ન જણાય તો તે ઇચ્છાથી જ તે જીવ વિહ્વળ થતો જણાય છે. તેથી સંસારી જીવોને અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થવા છતાં દુઃખ સ્વરૂપે કોઈક ને કોઈક અપેક્ષા રહેલી છે. તેથી તે સ્વરૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી.
વળી, કેવલીને ઇચ્છારૂપ અપેક્ષા નહિ હોવા છતાં શરીરને કારણે તે તે પ્રકારની અપેક્ષા રહે છે. આથી જ તીર્થકરો દેશના આપ્યા પછી શ્રાંત થયેલા હોવાથી દેહની અપેક્ષાએ તેઓને પણ વિશ્રાંતિની અપેક્ષા રહે છે. તેથી દેવછંદામાં વિશ્રાંતિ કરે છે, ત્યારે દેહનો શ્રમ દૂર થવા રૂ૫ અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ