________________
૨૨૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ-૪૯ पापस्थानवर्तिनोऽपि तथाविधभावविकलत्वान तदायुर्बन्धं प्रति प्रत्यलीभवन्ति एवं सयोगकेवलिनोऽपि सर्वत्र निःस्पृहमनसः पूर्वसंस्काराद्विहितेतरयोरर्थयोः प्रवृत्तिनिवृत्ती कुर्वन्तोऽपि न भावतस्तद्वन्तो વ્યવહિયત્વે ૪૨/૨૦ના ટીકાર્ય :
મવારે' વ્યવદિયો ભાવસારમાં=માનસવિકલ્પ પુરસ્સાર પરિણામમાં, પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ સર્વત્ર=વિહિત ઈતર અર્થના વિષયમાં છે એ પ્રકારે ભાવરૂપ પ્રધાન વ્યવહાર છે=લોકના આચારરૂપ વ્યવહાર છે. શ્લોકમાં ‘દિ' શબ્દ પૂર્વમાં કહેલા અર્થતાં ભાવના માટે છે. આ કહેવાયેલું થાય છે – જે મનપ્રણિધાનપૂર્વકની કવચિત્ અર્થમાં પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ છે તેને જ તત્વના જાણનારાઓ તાત્વિકી કહે છે, અન્ય પ્રવૃત્તિને નહિ.
જે કારણથી અનાભોગાદિથી પરિપૂર્ણ સાધ્વાચારની ક્રિયાવાળા પણ અભવ્યાદિ તાત્વિક સંયમની ક્રિયાવાળાપણાથી શાસ્ત્રમાં કહેવાયા નથી. તે રીતે સંમૂછિમ જન્મવાળા મસ્યાદિ સાતમી તારક પૃથ્વીપ્રાયોગ્ય આયુષ્યબંધના નિમિત્તમાં આરંભ આદિ પાપસ્થાન સેવનારા હોવા છતાં પણ તેવા પ્રકારના ભાવના વિકલપણાથી સાતમી તારકતા આયુષ્ય પ્રત્યે સમર્થ થતા નથી. એ રીતે સયોગી કેવલી પણ નિઃસ્પૃહી મનવાળા પૂર્વસંસ્કારથી વિહિત અને ઈતર અર્થમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા છતાં પણ ભાવથી તદ્ઘાળા કહેવાતા નથી=પ્રવૃત્તિ-નિવૃત્તિવાળા કહેવાતા નથી. II૪૯/૫૩૦૧ ભાવાર્થ :
ટીકાકારે કરેલ અર્થ કરતાં આ સૂત્રનો અર્થ અન્ય પ્રકારે વધુ ઉચિત જણાવાથી અમે નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે.
જેમ કોઈ શ્રાવક શાસ્ત્રવિધિ અનુસાર બાહ્યક્રિયા કરીને સામાયિક ગ્રહણ કરે અને સામાયિક દરમ્યાન સ્વાધ્યાય આદિ ઉચિત ક્રિયા કરે, છતાં સમભાવની પરિણતિનો કોઈ બોધ ન હોય અને તેના કારણે સમભાવમાં લેશ પણ યત્ન ન હોય તે શ્રાવકની સામાયિકની ક્રિયાની પ્રવૃત્તિ તેના ભાવને અનુરૂપ વિચારીએ તો સામાયિકમાં અપ્રવૃત્તિ છે અને અસામાયિકમાં પ્રવૃત્તિ છે. તેથી તત્ત્વની દૃષ્ટિથી વિચારીએ તો તેના અસામાયિકના ભાવ અનુસાર તેની અસામાયિકમાં પ્રવૃત્તિ છે અને સામાયિકમાં અપ્રવૃત્તિ છે એ પ્રમાણે પ્રધાન વ્યવહાર થાય છે. તે પ્રમાણે જે મહાત્મા વિતરાગનાં વચન અનુસાર તત્ત્વથી ભાવિત થઈને સંયમની ક્રિયાઓ કરતા હોય ત્યારે તેઓની તે પ્રવૃત્તિ વીતરાગતામાં જનાર હોવાથી અને અંતે યોગનિરોધમાં જનાર હોવાથી સંસારના ભાવોમાં અપ્રવૃત્તિરૂપ છે, તેથી પરમસ્વાથ્યને અનુકૂળ તેઓની પ્રવૃત્તિ હોવાથી પરમાર્થથી સ્વાથ્ય જ કહેવાય છે.
વળી, સંસારી જીવોની ભોગાદિમાં જે પ્રવૃત્તિ છે તે ક્ષણભર ઇચ્છાના શમનથી સ્વાસ્થરૂપ જણાય છે તોપણ તેઓની પ્રવૃત્તિ ભોગાદિના ભાવોને અભિમુખ પરિણતિવાળી હોવાથી પરમાર્થથી સ્વાસ્થમાં પ્રવૃત્તિ નથી; કેમ કે પરમસ્વાથ્યનો હેતુ નથી. તેથી સ્વાસ્થને અનુકૂળ તેઓની પ્રવૃત્તિ નથી પરંતુ અસ્વાથ્યની