________________
૨૨૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૭
અવતરણિકા :
अथ स्वास्थ्यस्वरूपमाह - અવતરણિયાર્થ:હવે સ્વાસ્થના સ્વરૂપને કહે છે –
આ પ્રકારની અવતરણિકા ટીકાકારશ્રીએ કરેલ છે. જ્યારે પૂર્વસૂત્રના પ્રતિસંધાનથી વિચારતાં અન્ય પ્રકારે અવતરણિકા ઉચિત જણાય છે તે આ પ્રમાણે છે –
અહીં પ્રશ્ન થાય કે જેમ સંસારી જીવો સુક્યને કારણે ઈચ્છાથી આકુળ થયેલા હિતમાં પ્રવૃત્તિ કરે છે તેમ મહાત્માઓ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરીને પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે. અને સયોગી કેવલીઓ પણ સ્વભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરીને ભવોપગ્રાહી કર્મનાશને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી મહાત્માઓમાં અને સયોગી કેવલીઓમાં પણ તે પ્રવૃત્તિને અનુકૂળ ઈચ્છા હોવાથી દુખશક્તિનો ઉદ્રેક માનવાની આપત્તિ આવશે. તેના નિવારણ માટે કહે છે – સૂત્રઃ
સ્વાથ્થુ તુ નિરુત્સતા પ્રવૃત્ત સા૪૭/૨૮ સૂત્રાર્થ -
વળી, સ્વાધ્ય છે=મહાત્માઓને સ્વાધ્ય છે; કેમ કે નિરુત્સુકપણાથી પ્રવૃત્તિ છે. II૪/પ૨૮II ટીકા - 'स्वास्थ्यम्' अस्वास्थ्यविलक्षणं पुनः 'निरुत्सुकतया' औत्सुक्यपरिहारेण 'प्रवृत्तेः' सर्वकृत्येषु
૪૭/૨૮ાા. ટીકાર્ય :“સ્વાધ્યમ્ સર્વવૃg | વળી, અસ્વાસ્થથી વિલક્ષણ એવું સ્વાસ્થ છે; કેમ કે નિરુત્સુકપણાથી=
સૂક્યના પરિહારથી, સર્વત્યોમાં પ્રવૃત્તિ છે. ૪૭/૫૨૮. ભાવાર્થ :
સંસારી જીવો સુક્યથી વ્યાકુળ થઈને તે તે હિતકારી એવી સ્ત્રી આદિ વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પોતાને તે પ્રકારે સુક્ય છે તે દુઃખરૂપ છે તે રૂપે વેદન હોવા છતાં, તેનો વિચાર કર્યા વગર માત્ર તત્કાલ દેખાતા ઇચ્છાના શમનના સુખથી તેમાં પ્રવૃત્તિ કરીને પોતે સુખી છે તેવો ભ્રમ ધારણ કરે છે. જ્યારે વિવેકસંપન્ન મહાત્માઓ વિવેકના બળથી જાણી શકે છે કે જે જે ઇચ્છા થાય છે તે સ્વયં સુખરૂપ નથી. તે