________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮| સૂત્ર-૪૨, ૪૩
૨૧૫ સૂત્રાર્થ –
સમાપ્ત કાર્યપણું હોવાથી સર્વત્ર પ્રવૃત્તિ છે એમ અન્વય છે. I૪ર/પરડા ટીકા :
'समाप्तानि' निष्ठितानि 'कार्याणि' यस्य स तथा, तद्भावस्तत्त्वं तस्मात् ।।४२/५२३।। ટીકાર્ય :
“સમાપ્તાનિ' ... તમન્ સમાપ્ત છે તિષ્ઠિત છે કાર્યો જેને તે તેવા છે=સમાપ્ત કાર્યોવાળા છે=સિદ્ધના જીવો સમાપ્ત કાર્યવાળા છે, તેનો ભાવ=સમાપ્ત કાર્યપણાનો ભાવ, તેપણું સમાપ્ત કાર્યપણું હોવાથી સિદ્ધના જીવોની સર્વત્ર અપ્રવૃત્તિ છે. ll૪૨/૫૨૩મા ભાવાર્થ:
આત્મા માટે આત્માને મલિન કરનારાં કર્મોને દૂર કરવાનું પ્રયોજન છે અને આત્માને મલિન કરનારાં કર્મો આત્મામાં મલિન ભાવ પેદા કરીને સદા ઉપચય પામે છે. તેથી તે મલિન કરનારાં કર્મોથી યુક્ત આત્મા સદા રહે છે અને સાધક યોગી આત્માને મલિન કરનારા ભાવોને દૂર કરવા ઉદ્યમ કરે છે. તે ઉદ્યમથી આત્માને મલિન કરનારા ભાવો જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ હતા તેનો જ્યારે યોગી યોગનિરોધ કરે છે ત્યારે તે ભાવો નાશ પામે છે. તેના કારણે આત્મા સાથે કથંચિત્ એકત્વને પામેલાં અવશેષ કર્મો સ્વયં નાશ પામે છે અને તે નાશ પામવાથી મુક્ત અવસ્થાને પામેલા જીવો માટે કોઈ કાર્ય સાધવાનું રહ્યું નથી, તેથી સિદ્ધના આત્માઓ સમાપ્ત કાર્યવાળા હોવાને કારણે સર્વત્ર અપ્રવૃત્તિવાળા છે અને તેના કારણે તેઓને નિરુપમ સુખ છે. II૪૨/પરા અવતરણિકા -
अत्रैवाभ्युच्चयमाह - અવતરણિકાર્ય :
આમાં જ=સિદ્ધના જીવો સમાપ્ત કાર્યવાળા છે એમાં જ, અભ્યચયને એને જ પુષ્ટ કરનાર અન્ય કથનના સંગ્રહને કહે છે –
સૂત્ર :
न चैतस्य क्वचिदौत्सुक्यम् ।।४३/५२४ ।। સૂત્રાર્થ -
અને આમને સિદ્ધના જીવને કોઈ વસ્તુમાં ઓસ્ક્ય નથી. II૪૩/પ૨૪ll