________________
૧૯૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૪
સૂત્ર :
सानुबन्धसुखभाव उत्तरोत्तरः प्रकामप्रभूतसत्त्वोपकाराय अवन्ध्यकारणं निर्वृतः નાર૪/૧૦૧ સૂત્રાર્થ :
પ્રૌઢ ઘણા જીવના ઉપકાર માટે મોક્ષનું અવધ્ય કારણ એવા ઉત્તરોતર સાનુબંધ સુખનો ભાવ સાનુબંધ સુખની પ્રાપ્તિ, થાય છે. ર૪/૫૦પા ટીકા -
'सानुबन्धसुखभावः उत्तरोत्तरः' उत्तरेषु प्रधानेषूत्तरः प्रधानः 'प्रकामः' प्रौढः 'प्रभूतः' अतिबहुः यः 'सत्त्वोपकारः' तस्मै संपद्यते, स च 'अवन्थ्यकारणम्' अवन्थ्यो हेतुः 'निर्वृतेः' निर्वाणस्य (૨૪/૧૦૫ ટીકાર્ચ -
“સાનુવન્યસુષમાવઃ નિર્વાણ પા ઉત્તરોત્તર અર્થાત્ ઉત્તરોમાં=પ્રધાનોમાં, ઉત્તર અર્થાત્ પ્રધાનોમાં પ્રધાન, એવા સાનુબંધ સુખનો ભાવ, પ્રાપ્ત થાય છે. પ્રોઢ અતિ બહુ જીવનો જે ઉપકાર તેના માટે થાય છે=સાનુબંધ સુખનો ભાવ જીવના પ્રૌઢ અતિબહુ ઉપકાર માટે થાય છે અને તે સાનુબંધ સુખનો ભાવ, નિવૃત્તિનો= મોક્ષનો, અવધ્ય હેતુ છે. ૨૪/૫૦પા ભાવાર્થ -
ભગવાનનાં વચનના બળથી પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ બોધથી નિયંત્રિત જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સઅનુષ્ઠાન સેવે છે તેઓને જેમ દુર્ગતિના અનર્થોનો ઉચ્છેદ થાય છે તેમ પ્રૌઢ ઉત્તરોત્તર વૃદ્ધિવાળું સાનુબંધ સુખ પ્રાપ્ત થાય છે. તેથી વર્તમાનના ભવમાં જે ધર્મ સવ્યો તેનાથી ઉત્તરના દેવભવમાં વિપુલ ભોગસામગ્રીકાળમાં પણ ભોગમાં સંશ્લેષ મંદ હોવાને કારણે ભોગથી તે વિકારો શાંત થાય છે. વળી, વિતરાગનાં વચનથી ચિત્ત વાસિત હોવાને કારણે ફરી ફરી વિશેષ વિશેષ ધર્મનિષ્પત્તિનો અભિલાષ પ્રાપ્ત થાય છે તેથી વિકારો શમે છે અને વિકારોના શમનજન્ય અધિક સુખ પ્રાપ્ત થાય છે અને આવું ઉત્તરોત્તર અધિક સુખ પ્રાપ્ત થાય તે સુખ જીવના અત્યંત ઉપકાર માટે થાય છે; કેમ કે પુણ્યના ઉદયથી મળેલા ભોગોમાં પણ સંશ્લેષ અલ્પ હોવાથી ભોગની પ્રવૃત્તિથી વિકારોનું શમન થાય છે, તેથી અંતરંગ સ્વસ્થતારૂપ સુખ વધે છે. આ રીતે દરેક ભવોમાં એ પ્રાપ્ત થયેલું સુખ જીવના માટે ઉપકારક બને છે.
વળી, આ સાનુબંધ સુખની પ્રાપ્તિ મોક્ષનો અવધ્ય હેતુ છે. તેથી નક્કી થાય છે કે ઉત્તરોત્તરના ભવોમાં વૃદ્ધિ પામતું તે સુખ વિકારોના શમન દ્વારા સંપૂર્ણ નિર્વિકારી અવસ્થાનું કારણ છે. જેથી તે સુખની પ્રાપ્તિ પણ પૂર્ણ સુખરૂપ મોક્ષસુખમાં પર્યાવસન પામે છે. ૨૪/૫૦પ