________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૨, ૩૩
સૂત્રાર્થ
:
તાનને જ=કર્મવાનને જ, તેનો ગ્રહ છે=જન્માદિની પ્રાપ્તિ છે. II૩૨/૫૧૩||
ટીકા
‘તદ્ભુત વ’ ર્મવત વ ‘તાઃ:' પુનર્નન્માવિજ્ઞામ: ।।રૂ૨/૨૩।।
ટીકાર્થ ઃ
૨૦૫
*****
‘તદ્દત વ’ . પુનર્નાવિલામઃ ।। તાનને જ=કર્મવાળા જીવને જ, તેનો ગ્રહ છે–ફરી જન્માદિનો લાભ છે. II૩૨/૫૧૩
ભાવાર્થ:
કર્મવાળો જીવ જ ફરી જન્માદિની પ્રાપ્તિ કરે છે. આથી નિર્વાણ પામેલો જીવ કર્મરહિત હોવાથી ફરી જન્માદિની પ્રાપ્તિ તેને નથી. II૩૨/૫૧૩/
અવતરણિકા :
–
ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसङ्गेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशङ्क्याह - અવતરણિકાર્થ :
ક્રિયમાણપણું હોવાથી=જીવના પ્રયત્નથી કર્મ કરાતા હોવાથી કર્મના આદિમાનપણાનો પ્રસંગ હોવાને કારણે કેવી રીતે સર્વકાલ કર્મવાળા જીવને જ તેનું ગ્રહણ છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે
-
ભાવાર્થ :
જીવના પ્રયત્નથી કર્મ બંધાય છે તેથી કર્મ શાશ્વત નથી એમ નક્કી થાય છે. જેમ જીવ પોતે કોઈનાથી કરાયો નથી તેથી જીવ અનાદિ છે એમ કહી શકાય પરંતુ જેમ ઘડો કરાય છે તેથી કરાયેલો એવો ઘડો અનાદિનો નથી તેમ કર્મ કરાય છે તેથી કર્મને આદિમાન સ્વીકારવાનો પ્રસંગ છે અને કર્મને આદિમાન સ્વીકારો તો કર્મ બાંધવા પૂર્વે જીવ કર્મ વગરનો હતો એમ માનવું પડે અને જેમ કર્મ વગ૨ના જીવે પ્રથમ જન્માદિને ગ્રહણ કર્યા તેમ નિર્વાણ પામેલો જીવ કર્મરહિત થયા પછી ફરી જન્માદિને ગ્રહણ ક૨શે તેમ માનવું જોઈએ. માટે કેવી રીતે સર્વ કાલ કર્મવાળો જીવ જ જન્માદિને ગ્રહણ કરે છે એમ કહી શકાય ? એ પ્રકારની આશંકામાં કહે છે
સૂત્ર ઃ
તવનાવિત્યુંન તથામાવસિદ્ધેઃ ।।૩૩/૧૪||