________________
૨૦૮
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮
સુત્ર-૩૪, ૩૫
ટીકાર્ય :
સર્વે ... તિતિ | સર્વ કર્મથી વિશેષ રીતે મુક્તનું વળી તથાસ્વભાવપણું હોવાથી ફરી જન્મ ન ગ્રહણ કરવા રૂપ સ્વભાવપણું હોવાથી, જન્માદિગ્રહણમાં નિમિત નથી એમ અવય છે.
કેમ જન્મ આદિ ગ્રહણમાં નિમિત્ત નથી ? એથી કહે છે – તિષ્ઠિતાર્થપણું હોવાથી નિષ્પન્ન વિશેષ પ્રયોજનપણારૂપ હેતુથી, જન્માદિગ્રહણ કરવામાં નિમિત્ત હેતુ તથી જ, આ અભિપ્રાય છે – જે સર્વ કર્મોથી સર્વથા પણ વિપ્રમુક્ત થાય છે તેને જન્માદિ ગ્રહણમાં કોઈ નિમિત્ત નથી; કેમ કે તિષ્ઠિતાર્થપણું હોવાને કારણે=સર્વ પ્રયોજન સિદ્ધ થયેલાં હોવાને કારણે, જન્માદિ ગ્રાહક સ્વભાવનો અભાવ છે અને જે તીર્થનિકાર રૂપ હેતુ તીર્થના નાશરૂપ હેતુ, કોઈકના વડે પરિકલ્પના કરાય છે ફરી જન્મતા કારણ રૂપે સ્વીકારાય છે, તે પણ અનુપપ છે; કેમ કે તેનું તીર્થના નાશના રક્ષણરૂપ હેતુનું, કષાયવિકારજન્યપણું છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૪/૫૧પ ભાવાર્થ :
કેટલાક દર્શનકારો માને છે કે તીર્થકર તીર્થની સ્થાપના કર્યા પછી પરમપદને પામે છે. પછી પોતાનાથી સ્થાપના કરાયેલું તીર્થ નાશ પામતું દેખાય ત્યારે તે તીર્થને સુરક્ષિત કરવા ફરી જન્મ લે છે તે મતને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે : જેઓ સર્વ કર્મરહિત થયા છે તેઓનો તે પ્રકારનો સ્વભાવ છે કે ફરી કર્મ બાંધે નહિ અને કર્મ બાંધીને જન્મ ગ્રહણ કરે નહિ; તેથી ફરી જન્મ ગ્રહણ કરવામાં કર્મરૂપ નિમિત્ત વિદ્યમાન નથી. માટે મોક્ષમાં ગયા પછી તેઓ ક્યારે ય ફરી જન્મ ગ્રહણ કરતા નથી.
કેમ તેઓ મોક્ષમાં ગયા પછી ફરી જન્મનાં કારણભૂત કર્મોને બાંધતા નથી ? અર્થાત્ કર્મને પરાધીન તેઓ જન્મને ન ગ્રહણ કરે પરંતુ પોતાના તીર્થના રક્ષણ અર્થે જન્મને ગ્રહણ કરે એમ સ્વીકારીએ તો શું દોષ છે ? તેના નિરાકરણ અર્થે કહે છે –
કર્મથી રહિત થયેલા સિદ્ધના આત્માઓ નિષ્પન્ન થયેલા સર્વ પ્રયોજનવાળા છે તેથી તીર્થનું રક્ષણ કરવું એ પણ તેઓનું પ્રયોજન નથી. તેથી તેઓ ફરી જન્મ લે છે એ કથન યુક્તિરહિત છે, કેમ કે તીર્થના રક્ષણ અર્થે પણ ફરી જન્મ લેવાનો પરિણામ કષાયના વિકારજન્ય છે અર્થાતુ પોતાનાથી નિર્માણ કરાયેલા તીર્થ પ્રત્યે રાગરૂપ કષાયને કારણે હું મારા તીર્થનું રક્ષણ કરું એવો અધ્યવસાય થાય છે અને સિદ્ધના આત્માને કોઈ કષાયનો વિકાર નથી તેથી તીર્થના રક્ષણના આશયથી પણ તેઓ જન્મ લેવાનો યત્ન કરતા નથી. li૩૪/પ૧પ અવતરણિકા - एवं च सति यत् सिद्धं तदाह -