________________
૨૧૨
ભાવોના અભાવની પ્રાપ્તિ છે તેવો બોધ થાય છે ? તેથી ગ્રંથકા૨શ્રી કહે છે
-
સંસારી અવસ્થામાં જીવનું જે કર્મના કારણે વિકૃત સ્વરૂપ હતું તેનો નાશ થવાથી જીવના નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. II૩૮/૫૧૯ના
અવતરણિકા :
तथा
અવતરણિકાર્થ :
અને
સૂત્ર :
-
-
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૮, ૩૯ પરંતુ તે સર્વનો અભાવ થવાથી જીવને શું પ્રાપ્ત થાય
સાત્યન્તિથી વ્યાવાધાનિવૃત્તિઃ ।।૩૧/૨૦।।
સૂત્રાર્થ :
આત્યન્તિકી વ્યાબાધાની નિવૃત્તિ છે=સર્વકર્મરહિત મુક્ત આત્માને સર્વ પ્રકારની બાધાઓનો અભાવ છે. ।।૩૯/૫૨૦ના
ટીકા ઃ
अत्यन्तं भवा 'आत्यन्तिकी व्याबाधानिवृत्तिः ' शारीरमानसव्यथाविरहः । । ३९/५२० ।।
ટીકાર્થ :
अत्यन्तं વ્યથાવિજ્ઞ: ।। અત્યંતમાં થતાર એ આત્યન્તિકી એવી વ્યાબાધાની નિવૃત્તિ=શરીર અને માનસવ્યથાનો વિરહ છે. ।।૩૯/૫૨૦ા
ભાવાર્થ:
સર્વકર્મરહિત મુક્ત આત્માને જેમ વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે અર્થાત્ સર્વ ઉપદ્રવ વગ૨ના જીવના વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે તેમ સંસારઅવસ્થામાં શરીર અને મનની વ્યથાને કારણે જીવ સતત શારીરિક-માનસિક કે વાચિક પ્રવૃત્તિ કરીને તે તે પ્રકારના ઉપદ્રવોને શમાવવા યત્ન કરે છે તે સર્વ વ્યાબાધાનો અત્યંત અભાવ સિદ્ધ અવસ્થામાં છે.
આશય એ છે કે ઉપશમભાવવાળા મુનિઓ અને પુણ્યાનુબંધીપુણ્યના ઉદયવાળા મનુષ્યો અને દેવોને કાંઈક અંશમાં શારીરિક અને માનસિક વ્યથાનો વિરહ છે જ્યારે સિદ્ધ અવસ્થામાં તેનો અત્યંત વિરહ છે. ||૩૯/૫૨૦ા