________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૧, ૨૨
ભાવાર્થ:
તીર્થંકરનો જન્મ કઈ રીતે યોગ્ય જીવોને ઉપકાર કરનાર છે ? તે બતાવતાં સૂત્ર-૧૯માં કહ્યું કે “હૈયાને સ્પર્શે એવાં વચનોથી યોગ્ય જીવોના મોહનો નાશ કરે એવો ઉપદેશ તીર્થંકરો આપે છે.” જેનાથી અતીન્દ્રિય એવા સૂક્ષ્મભાવોનો બોધ તેઓને થાય છે અને અતીન્દ્રિય એવા તે સૂક્ષ્મભાવોનો પણ તે રીતે યુક્તિ અને અનુભવ અનુસા૨ તે જીવોને સંવેદન થાય છે; જેથી તે સૂક્ષ્મભાવોમાં વિશિષ્ટ કોટિની શ્રદ્ધાનું આસ્વાદન થાય છે, જે અમૃતના આસ્વાદન જેવું અપૂર્વ છે. II૨૧/૫૦૨૨ા
અવતરણિકા :
૧૯૬
તતઃ
અવતરણિકાર્ય :
તેનાથી=ભગવાનનાં વચનથી થયેલા સૂક્ષ્મ બોધમાં જે શ્રદ્ધા થઈ તેનાથી –
સૂત્ર ઃ
સૂત્રાર્થ
-
-
સવનુષ્ઠાનયોગઃ ।।૨૨/૦૩।।
સઅનુષ્ઠાનનો યોગ થાય છે. II૨૨/૫૦૩||
ટીકા ઃ
‘સવનુષ્ઠાનસ્વ’ સાધુ’ગૃહસ્થધર્માભ્યાસરૂપસ્ય ‘યોગઃ' સમ્બન્ધઃ ।।૨૨/૦।।
ટીકાર્ય :
.....
‘સવનુષ્ઠાનસ્ય’. • સમ્બન્ધઃ ।। સઅનુષ્ઠાનનો=સાધુધર્મના અભ્યાસરૂપ કે શ્રાવકધર્મના અભ્યાસરૂપ યોગ=સંબંધ થાય છે. ૨૨/૫૦૩॥
ભાવાર્થ:
ભગવાનનાં વચનમાં સૂક્ષ્મ શ્રદ્ધા થવાને કારણે તે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર આત્મામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સાધુધર્મ અને ત્રણ ગુપ્તિને અભિમુખ એવી દેશથી ગુપ્તિરૂપ ગૃહસ્થધર્મ તેની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારરૂપ સદ્અનુષ્ઠાનનું સેવન કરે છે, જેથી તે સૂક્ષ્મ બોધમાં પ્રગટ થયેલ રુચિથી નિયંત્રિત સઅનુષ્ઠાનના બળથી સાધુધર્મને કે ગૃહસ્થધર્મને આત્મામાં પ્રગટ કરી શકે છે જે તીર્થંકરના ઉપદેશનો ઉપકાર છે. II૨૨૫૦૩॥