________________
૧૮૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ / અધ્યાય-૮ / સૂત્ર-૧૪, ૧૫ પ્રાપ્તિ તેના કારણે પરમસુખનો ભાવ છે એ પ્રમાણે સૂત્રના ઉત્તરાર્ધની સાથે સંબંધ છે. કેમ પરમસુખનો ભાવ છે? એથી કહે છે –
તેનું તથાસ્વભાવપણું હોવાથી=પરમસુખલાભનું પરમેશ્વરતારૂપપણું હોવાથી, પરમસુખનો ભાવ પ્રાપ્ત થાય છે. સૂત્રમાં “તિ' શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૪/૪૯પા ભાવાર્થ :
જે મહાત્માએ અંતરંગ પરાક્રમ કરીને રાગાદિનો ફરી ભાવ ન થાય એ પ્રકારે અત્યંત ક્ષય કર્યો છે તેઓમાં રાગાદિ આપાદક કર્મોનો અભાવ થાય છે અને રાગાદિના સંસ્કારોનો પણ અત્યંત અભાવ થાય છે; તેથી તે મહાત્માના રાગાદિ રોગોનો અત્યંત ઉચ્છેદ વર્તે છે. અને રાગાદિ ભાવો જ જીવના જ્ઞાનની વિકૃતિ કરીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ બને છે અને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણનો અત્યંત ઉચ્છેદ થવાથી અને સત્તામાં રહેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થવાથી તે મહાત્માને ઇન્દ્ર, ચક્રવર્તી આદિના ઐશ્વર્યથી અતિશયવાળા એવા પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી તે મહાત્માને પરમ સુખની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે પરમ ઐશ્વર્યની પ્રાપ્તિને કારણે તે મહાત્માને પરમસુખની પ્રાપ્તિ કેમ થાય છે? એથી કહે છે – તે પરમસુખનો લાભ પરમ ઐશ્વર્ય રૂપ જ છે.
આશય એ છે કે ચક્રવર્તી આદિને જે બાહ્ય સમૃદ્ધિ થાય છે તેના દ્વારા અંતરંગ અભિમાન થાય છે કે “હું ચક્રવર્તી છું” તેથી આભિમાનિક સુખ થાય છે તેવું આ સુખ નથી, પરંતુ આત્માની સ્વાભાવિક જે સંપત્તિ છે તેના સંવેદન સ્વરૂપ જ પરમસુખ છે અને આત્માની સ્વાભાવિક સંપત્તિ ઘાતિકર્મોના વિગમનથી પ્રગટ થાય છે. તેથી તે પરમ ઈશ્વરતા જીવને સુખરૂપે જ વેદના થાય છે. I૧૪/૪ત્પા અવતરણિકા :
इत्थं तीर्थकरातीर्थकरयोः सामान्यमनुत्तरं धर्मफलमभिधाय साम्प्रतं तीर्थकृत्त्वलक्षणं तदभिधातुमाह - અવતરણિકાર્ય :
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, તીર્થંકર-અતીર્થંકરનું સામાન્ય અનુત્તર ફળ કહીને હવે તીર્થકર૫ણારૂપ તેને=ધર્મના ફળને, કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે –