________________
૧૮૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૨, ૧૩ ધાતુઓ મલિનતાને પામે છે ત્યારે સંસારી જીવો ઉપશમભાવનું સુખ પ્રાપ્ત કરતા નથી. તેથી સુખના અર્થી તે જીવો બાહ્ય પદાર્થમાંથી જ સુખ પામવા સદા યત્નશીલ રહે છે. વસ્તુતઃ જીવ જ્ઞાન સ્વરૂપ છે, તેથી જેમ તેના જ્ઞાનમાં શેય પદાર્થો યથાર્થ દેખાય છે તેમ પોતાનું સ્વરૂપ પણ યથાર્થ દેખાય અને પોતાનું નિરાકુળ સ્વરૂપ યથાર્થ દેખાય તે સમ્યગ્દર્શન છે. તેનો જ મર્મસ્પર્શી સૂક્ષ્મ બોધ એ સમ્યગુ જ્ઞાન છે અને પોતાના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરવા માટે જીવ સ્વશક્તિથી ઉદ્યમ કરે તે સમ્યક્યારિત્ર છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની મલિનતાને કારણે તે ભાવો સંસારી જીવોને દેખાતા નથી. તેથી ઉપશમભાવના સુખની કલ્પના સંસારી જીવો કરી શકતા નથી અને ઉચિત યોગમાર્ગના સેવનથી જેમ જેમ જીવના કાષાયિક ભાવો ઉપશમભાવને પામે તેમ તેમ જીવ યથાવસ્થિત સુખ પ્રાપ્ત કરે છે. ll૧૨/૪૯૩ અવતરણિકા -
अमुमेवार्थं व्यतिरेकत आह - અવતરણિકાર્થ
આ જ અર્થત=રાગાદિ હોય તો જીવને યથાવસ્થિત સુખ પ્રાપ્ત થતું નથી એ જ અર્થને, વ્યતિરેકથી બતાવે છે –
સૂત્ર :
ક્ષીનેષ ન દુઃમ્િ, નિમિત્તામાવત્ ૦રૂ/૪૬૪ સૂત્રાર્થ:
ક્ષીણ હોતે છતે=રાગ, દ્વેષ અને મોહ ક્ષીણ હોતે છતે દુ:ખ નથી; કેમ કે નિમિત્તનો અભાવ છે દુઃખના નિમિત્તભૂત રાગાદિ ભાવનો અભાવ છે. ll૧૩/૪૯૪l ટીકા -
“ક્ષી પુ' રવિ નટુ' માવસંનિપાત સમુત્પ, વુક્ત રતિ ચેતે – “નિમિત્તામાવા” निबन्धनविरहादिति ।।१३/४९४ ।। ટીકાર્ય :
ક્ષીનેy' .... નિવનવિરતિ | રાગાદિ ક્ષીણ થયે છતે ભાવસંતિપાતથી થનારું=ભાવતી આકુળતાથી થનારું દુઃખ ઉત્પન્ન થતું નથી. કેમ દુઃખ ઉત્પન્ન થતું નથી ? એમ કોઈ કહે તો ઉત્તર આપે છે – નિમિત્તનો અભાવ છે=દુઃખના કારણનો વિરહ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૩/૪૯૪