________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૧૨ સ્વભાવથી જીવને સુખની પ્રાપ્તિ વર્તે તે પ્રકારે સુખ નથી; કેમ કે સ્વધાતુનું વૈષમ્ય છે. ||૧૨/૪૯૩||
૧૮૬
ટીકા ઃ
‘મત્સ્યેતેપુ’ રાવિવુ ‘ન’ નેવ ‘યથાવસ્થિત’ પારમાર્થિન્ન ‘સુä’ નીવસ્થ, અત્ર હેતુ:-‘સ્વધાતુવે મ્યાત્’ दधति धारयन्ति जीवस्वरूपमिति धातवः सम्यग्दर्शनादयो गुणाः, 'स्वस्य' आत्मनो 'धातवः, ' तेषां ‘वैषम्यात्’ यथावस्थितवस्तुस्वस्वरूपपरिहारेणान्यथारूपतया भवनं तस्मात्, यथा हि वातादिदोषो - पघाताद्धातुषु रसासृगादिषु वैषम्यापन्नेषु न देहिनो यथावस्थितं कामभोगजं मनः समाधिजं वा शर्म किञ्चन लभन्ते तथा अमी संसारिणः सत्त्वाः रागादिदोषवशात् सम्यग्दर्शनादिषु मलीमसरूपतां प्राप्तेषु न रागद्वेषमोहोपशमजं शर्म समासादयन्तीति । । १२ / ४९३ ।।
ટીકાર્થ ઃ
‘સÒતેપુ’..... સમાસાવવન્તીતિ ।। આ હોતે છતે=રાગાદિ હોતે છતે, જીવને યથાવસ્થિત=પારમાર્થિક સુખ નથી જ. આમાં=રાગાદિકાળમાં જીવને પારમાર્થિક સુખ નથી એમાં હેતુને કહે છે. સ્વધાતુનું વિષમપણું હોવાથી યથાવસ્થિત સુખ નથી એમ અન્વય છે.
જીવની ધાતુ શું છે ? એ સ્પષ્ટ કરે છે
–
જીવસ્વરૂપને ધારણ કરે એ સમ્યગ્દર્શનાદિ ગુણો ધાતુઓ છે=આત્માની ધાતુઓ છે. તેઓનું વૈષમ્ય થવાથી=યથાવસ્થિત વસ્તુના સ્વસ્વરૂપના પરિહારથી અન્યથારૂપપણા વડે ભવન હોવાથી, યથાવસ્થિત સુખ નથી એમ અન્વય છે.
શરીરના દૃષ્ટાંતથી ભાવધાતુના વૈષમ્યને સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે વાતાદિ દોષના ઉપઘાતથી રસ-અસૃગાદિ ધાતુઓ વૈષમ્યને પામે છતે સંસારી જીવોને યથાવસ્થિત કામભોગથી થનારું કે મનની સમાધિથી થનારું સુખ કાંઈ પ્રાપ્ત થતું નથી તે પ્રમાણે આ સંસારી જીવો રાગાદિદોષના વશથી સમ્યગ્દર્શન આદિ ધાતુ મલિનરૂપતાને પ્રાપ્ત થયે છતે રાગ, દ્વેષ અને મોહના ઉપશમથી થનારા સુખને પ્રાપ્ત કરતા નથી.
‘કૃતિ' શબ્દ દૃષ્ટાંત-દાન્તિકભાવની સમાપ્તિ માટે છે. ।।૧૨/૪૯૩।।
ભાવાર્થ:
જે પ્રકારે મનુષ્યનો દેહ વાત, પિત્ત અને કફ ત્રણ ધાતુઓથી બનેલો છે અને તે ત્રણે ધાતુઓ પોતાના સમપ્રમાણમાં વર્તતી હોય તો દેહની રસાદિ ધાતુઓ વિષમતા વગર આરોગ્યને અનુકૂળ વર્તે છે. અને વાતાદિ દોષો વિષમ પ્રમાણમાં થાય ત્યારે શરીરની રસાદિ ધાતુઓ વિષમ સ્થિતિને પામે છે. તેથી તે અવસ્થામાં સંસારી જીવોને કામ અને ભોગથી થનારું સુખ પણ યથાવસ્થિત થતું નથી અને મનની સ્વસ્થતા રૂપ સુખ પણ યથાવસ્થિત થતું નથી; તેમ સંસારી જીવોમાં રાગ-દ્વેષ અને મોહને વશ સમ્યગ્દર્શનાદિ