________________
૧૮૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૧, ૧૨ ભાવાર્થ :નિશ્ચયનય આત્માને લક્ષ્ય કરીને હેય શું છે ? અને ઉપાદેય શું છે ? તેનો ભેદ કરે છે જ્યારે વ્યવહારનય શરીરધારી આત્માને લક્ષ્ય કરીને હેય શું ? અને ઉપાદેય શું ? તેનો ભેદ કરે છે. નિશ્ચયનયથી વિચારીએ તો આત્મા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ આત્માને મલિન કરનારા ભાવો છે. તેથી આત્મા માટે હેય છે. તેનાથી વિપરીત સમ્યગ્દર્શન, વિરતિ, અપ્રમાદ, અકષાય અને યોગનિરોધ આદિ ભાવો આત્મા માટે ઉપાદેય છે.
જેઓને આત્માને માટે મિથ્યાત્વાદિ ભાવો હેયરૂપે દેખાતા નથી અને સમ્યક્તાદિ ભાવો ઉપાદેયરૂપે દેખાતા નથી, તેઓમાં મોહનો દોષ વર્તે છે અને જેઓને મિથ્યાત્વાદિ ભાવો હેયરૂપે અને અને સમ્યક્ત આદિ ભાવો ઉપાદેયરૂપે દેખાય છે તેઓ હેય ભાવો પ્રત્યે દ્વેષ અને ઉપાદેય ભાવો પ્રત્યે રાગ ધારણ કરે છે તેવા જીવો મોહરહિત છે. તેથી મોહરહિત એવા તે જીવો પોતાના વિદ્યમાન પણ મિથ્યાત્વ આદિ ભાવોને સતત ક્ષીણ કરે છે. તેથી ક્વચિત્ સંસારમાં ભોગ આદિ ક્રિયા કરે તો પણ મોહ નહિ હોવાને કારણે મિથ્યાત્વાદિ આપાદક કર્મોનો ક્ષય કરવા માટે સદા તેના ઉપાયભૂત શાસ્ત્રવચનમાં યત્ન કરે છે અને મિથ્યાત્વાદિને પણ સતત ઘટાડવા યત્ન કરે છે.
વ્યવહારનયથી દેહધારી એવા જીવને વિષ, કંટક આદિ હેય છે અને માળા-ચંદનાદિ ઉપાદેય છે, છતાં કોઈક માનસિક રોગ થયો હોય તો મોહને કારણે એવા જીવોને વિષ, કંટક આદિ પણ ઉપાદેય જણાય છે અને માળા-ચંદનાદિ હેય જણાય છે.
વ્યવહારનયથી સામાન્ય સંસારી જીવોમાં વિપરીત બોધ થયો હોય ત્યારે “આને મોહ થયો છે' તેમ કહેવાય છે જ્યારે નિશ્ચયનયથી આત્માના સુખાકારી ભાવોમાં વિપરીત બોધ થયો હોય ત્યારે “આને મોહ થયો છે' તેમ કહેવાય છે. I૧૧/૪૯શા. અવતરણિકા :
अर्थतेषां भावसंनिपातत्वं समर्थयन्नाह - અવતરણિકાર્ય :
હવે આમનું રાગ, દ્વેષ, મોહ, ભાવસંનિપાતપણું સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર :
. सत्स्वेतेषु न यथावस्थितं सुखम्, स्वधातुवैषम्यात् ।।१२/४९३ ।। સૂત્રાર્થ :
આ હોતે છત=રાગ, દ્વેષ અને મોહરૂપ ભાવો હોતે છતે યથાવસ્થિત સુખ નથી=જે પ્રકારે