________________
૧૮૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-) અધ્યાય-૮ | સૂત્ર-૯, ૧૦ ભાવાર્થ :
પદાર્થનો યથાર્થ બોધ કરાવવા અર્થે પ્રથમ તે પદાર્થનું પારમાર્થિક સ્વરૂપ શું છે ? તે રૂપ તત્ત્વનો બોધ કરાવવો જોઈએ. ત્યારપછી તેમાં ભેદ-પ્રભેદનું વર્ણન કરવું જોઈએ જેથી વિશેષ બોધ થાય. ત્યારપછી તે શબ્દના પર્યાયવાચી શબ્દોનો બોધ કરાવવો જોઈએ; જેથી સ્પષ્ટ પદાર્થનો બોધ થાય તે પ્રકારનો પદાર્થને સમજાવવા માટે જાય છે. તે ન્યાયથી ગ્રંથકારશ્રી પ્રથમ તત્ત્વથી રાગાદિનું સ્વરૂપ બતાવે છે –
સૂત્ર :
अविषयेऽभिष्वङ्गकरणाद् रागः ।।९/४९०।।
સૂત્રાર્થ :
અવિષયમાં અભિવૃંગ કરવાથી રાગ દોષ છે. II૯/૪૯oli ટીકા -
'अविषये' प्रकृतिविशरारुतया मतिमतामभिष्वङ्गानहें स्त्र्यादौ वस्तुनि 'अभिष्वङ्गकरणात्' પિત્તપ્રતિવન્યસંપાન, શિમિત્વાદ – “રા' રોષ: ૨/૪૨૦ના ટીકાર્ય :
વિવે'...રોષ: I અવિષયમાં=પ્રકૃતિથી નાશ થવાનું સ્વભાવપણું હોવાને કારણે બુદ્ધિમાન પુરુષને સ્નેહને અયોગ્ય એવી સ્ત્રી આદિ વસ્તુમાં, અભિવંગના કરણથી=ચિત્તના પ્રતિબંધના સંપાદનથી=ચિતતા સંશ્લેષતા સંપાદનથી.
શું ? એથી કહે છે – રાગ દોષ છે. IC/૪૯૦૫. ભાવાર્થ -
આત્માની સાથે આત્માના ભાવો સદા સ્થિર રહેનારા છે, અનાદિકાળથી સત્તામાં છે, ફક્ત કર્મના કારણે સત્તામાં હોવા છતાં અભિવ્યક્ત થતા નથી. તે પદાર્થ બુદ્ધિમાન માટે રાગનો વિષય હોઈ શકે. પરંતુ જે પદાર્થો પ્રકૃતિથી જ નાશ પામવાના સ્વભાવવાળા છે તેવા પોતાના આત્માથી ભિન્ન સ્ત્રી, ધન કે દેહ આદિ સર્વ પદાર્થોમાં ચિત્તના સ્નેહનું સંપાદન એ અવિષયભૂત પદાર્થમાં રાગરૂપ હોવાથી દોષ સ્વરૂપ છે; કેમ કે જ્યારે તે વસ્તુનો નાશ થાય છે ત્યારે ક્લેશની પ્રાપ્તિ થાય છે. II૯૪૯ના સૂત્ર :
तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेषः ।।१०/४९१ ।।