________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૧૮, ૧૯
૧૯૩ दायिन्या सर्वतोऽपि योजनमानभूमिभागयायिन्या वाण्या अन्यैश्च तैस्तैश्चित्रैरुपायैः 'करणं' निष्पादनમિતિ ૨૮/૪૨૧iા. ટીકાર્ય :“પર” ”
નિમિતિ . પ્રકૃષ્ટ પરાર્થનું પર પ્રયોજનનું સર્વ જીવોને સ્વભાષામાં પરિણામ પામતારી, અમૃતના પાનથી અધિક આનંદને દેવારી ચારે દિશામાં યોજન પ્રમાણ ભૂમિભાગ સુધી જનારી વાણીથી અને તે તે અન્ય ચિત્ર ઉપાયો વડે કરણ=પરાર્થનું નિષ્પાદન છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૮/૪૯૯ ભાવાર્થ :
તીર્થકરજન્મની પ્રાપ્તિને કારણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમયે ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે અને તેનાથી તીર્થંકરનો આત્મા ઘણા યોગ્ય જીવોને પ્રકૃષ્ટ પરોપકાર કરનાર થાય છે.
કઈ રીતે પ્રકૃષ્ટ પરોપકાર કરે છે ? તે બતાવે છે – તીર્થંકરના પુણ્યને કારણે તીર્થકરની વાણી પોતપોતાની ભાષામાં પરિણમન પામીને સંભળાય છે જેથી બોધની પ્રાપ્તિ સુગમ બને છે. વળી, ભગવાનની વાણી અમૃતના પાન કરતાં અધિક આનંદને દેનારી હોય છે જેથી ઘણા જીવોને ઉપકાર થાય છે. વળી, ભગવાનની વાણી ચારે દિશામાં એક યોજન સુધી વિસ્તારને પામનારી છે તેથી તેટલી ભૂમિમાં રહેલા ઘણા જીવોને ઉપકાર થાય છે.
વળી, જે જીવોની જે જે પ્રકારની યોગ્યતા છે તે તે યોગ્યતાને ઉચિત ઉપાયો દ્વારા તીર્થકરો તે જીવોને તત્ત્વની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે. માટે તીર્થકરનો જન્મ ઘણા યોગ્ય જીવોના ઉપકારનું કારણ છે. તેવા જન્મની પ્રાપ્તિનું પ્રબળ કારણ પૂર્વમાં વર્ણન કરાયેલું ધર્મનું સેવન છે. II૧૮/૪૯લા અવતરણિકા -
एतदेव 'अविच्छेदेन' इत्यादिना 'इति परं परार्थकरणम्' एतदन्तेन सूत्रकदम्बकेन स्फुटीकुर्वit -
અવતરણિતાર્થ -
આ જન્નતીર્થકરનો જન્મ પ્રકૃષ્ટ પરોપકાર કરે છે એ જ, 'વિચ્છેદેન' ઈત્યાદિ સૂત્ર-૧૯થી માંડીને તિ પર પરાર્થરમ્' એ પ્રકારના અંતવાળા સૂત્ર-૨૫ સુધીના સૂત્રોના સમૂહ વડે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
સૂત્ર :
अविच्छेदेन भूयसां मोहान्धकारापनयनं हृद्यैर्वचनभानुभिः ।।१९/५०० ।।