________________
૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સૂર-૪૫, ૪૬ ભાવાર્થ :
ભગવાને જે જીવની જે ભૂમિકા છે તે ભૂમિકા અનુસાર તેને ઉચિત કૃત્ય કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવાનો ઉપદેશ આપેલ છે. ભગવાનના ઉપદેશનું પાલન જ ભગવાનની ભક્તિ છે અર્થાત્ વીતરાગ પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ દ્વારા વીતરાગતુલ્ય થવાનું કારણ છે.
અહીં પ્રશ્ન થાય કે લોકમાં સામાન્યથી ઉત્તમ દ્રવ્યોથી કરાતી ભગવાનની ભક્તિ, ભક્તિરૂપે પ્રસિદ્ધ છે પરંતુ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરાયેલી સાધ્વાચારની ક્રિયા ભક્તિરૂપે પ્રસિદ્ધ નથી, તેથી ઉપદેશનાં પાલનને ભક્તિ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
ભગવાનના ઉપદેશના પાલનરૂપ ન હોય તેવી પુષ્પાદિથી કરાતી ભક્તિ ભગવાનની ભક્તિ નથી; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે, તેથી તેવી બાહ્ય ભક્તિથી ખુશ થઈને કોઈ ફળ આપવાના નથી પરંતુ ભગવાને કહેલ આજ્ઞાનું પાલન જ સર્વ પ્રકારના ઇષ્ટ ફળોને આપે છે. માટે ભગવાનની આજ્ઞાનું પાલન જ ભગવાનની ભક્તિ છે, અન્ય નહિ. I૪૫/૪૧રણા અવતરણિકા -
एवं तर्हि कथमस्य पुष्पादिपूजाविधिरित्याशङ्क्याह - અવતરણિતાર્થ -
આ રીતે પૂર્વસૂત્રમાં કહ્યું કે ભગવાનના ઉપદેશની પાલતા જ ભગવાનની ભક્તિ છે અન્ય નહિ એ રીતે, તો આમની=ભગવાનની, પુષ્પાદિથી પૂજાની વિધિ કેમ છે? એ પ્રકારની આશંકા કરીને કહે
ભાવાર્થ :
સૂત્ર-૪પમાં ‘વિકારથી કહ્યું કે ભગવાનના ઉપદેશની પાલના જ ભગવાનની ભક્તિ છે. તેથી એ ફલિત થાય કે ભગવાનના ઉપદેશની પાલના સિવાય અન્ય ભગવાનની ભક્તિ નથી. આમ સ્વીકારીએ તો શ્રાવક પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે તે ભક્તિ છે તેમ સિદ્ધ થાય નહિ; કેમ કે સ્કૂલથી ભગવાનની પૂજા ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે એમ દેખાય નહિ. પુષ્પાદિથી પૂજાની વિધિ કેમ છે ? એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે – સૂત્ર :
उचितद्रव्यस्तवस्यापि तद्रूपत्वात् ।।४६/४१३।। સૂત્રાર્થ – ઉચિત એવા દ્રવ્યસ્તવનું પણ=ભાવસ્તવનું કારણ બને એવા ઉચિત સ્તવનું પણ, તાપણું