________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૬, ૫૭ हेतुः, अनवसरोपहतत्वात्, नहि अत्यन्तं बुभुक्षवोऽपि पुरुषा अप्रस्तावे भोजनं लभन्ते, किन्तु પ્રસ્તાવ પતિ પાપ૬/૪૨૩ાા ટીકાર્ચ -
ના, પતિ . આગન્તુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી જ=કાર્યનું જે પ્રસ્તાવલક્ષણ પ્રવૃત્તિકાલ તેનું સાધન=હેતુ, નથી જ; કેમ કે અનવસરથી ઉપહાપણું છે તે કાળે તે પ્રવૃત્તિ કરવાનો અવસર હોવાથી સૂક્યમાં કારણપણાનું ઉપહતપણું છે.
અનવસરે કાર્ય કરવાની ઉત્સુકતા પ્રવૃત્તિનું કારણ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અત્યંત ભૂખવાળા પણ પુરુષો અપ્રસ્તાવમાં ભોજનને પ્રાપ્ત કરતા નથી, પરંતુ પ્રસ્તાવમાં જ પ્રાપ્ત કરે છે. પ૬/૪૨૩મા ભાવાર્થ
જે કાળે જે ક્રિયા કરીને તે ક્રિયાથી અપેક્ષિત ભાવો થઈ શકે તેમ ન હોય તે કાળે તે કાર્ય કરવાની ઇચ્છા થાય એ રૂપ ઔત્સુક્ય તે ક્રિયાની પ્રવૃત્તિકાળનો હેતુ નથી; કેમ કે તે ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરવામાં આવે તોપણ તે પ્રવૃત્તિ સમ્યગુ થાય નહિ, તેથી તે પ્રવૃત્તિનું ફળ મળે નહિ. વસ્તુતઃ જે પ્રકારની પોતાની શક્તિનો સંચય થયો હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થાય તે કાળે ઇચ્છા છે. તે ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. માટે અવતરણિકામાં શંકા કરેલ કે જે કાર્ય કરવાની શક્તિ નથી તે કાર્ય કરવાની ઉત્સુકતા થાય તો જ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાળની પ્રાપ્તિ થાય તે ઉચિત નથી, પરંતુ જે કાર્યમાં પોતાની શક્તિનો સંચય થયો નથી તે કાર્યને અનુકૂળ શક્તિસંચય થાય તેવી પ્રવૃત્તિમાં જ ઇચ્છા કરવી જોઈએ, જેથી તે ઇચ્છા અનુસાર તે પ્રવૃત્તિ કરીને ક્રમે કરીને ઉત્તરના કાર્યની શક્તિનો સંચય થાય. જેમ સર્વવિરતિની શક્તિનો સંચય ન થયો હોય તે વખતે તેના ઉપાયરૂપ દેશવિરતિમાં શ્રાવક યત્ન કરે છે જેથી તે દેશવિરતિ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિને અનુકૂળ શક્તિને આધાન કરે છે અને જ્યારે સર્વવિરતિની અનુકૂળ શક્તિનો સંચય થાય ત્યારે તેને ગ્રહણ કરવાની ઇચ્છા તે અકાળ સુક્ય નથી, પરંતુ તે કાળે તે ઇચ્છા જ તે પ્રવૃત્તિનું કારણ બને છે. પ૬/૪૨૩ાા અવતરણિકા :
अतः किं विधेयमित्याह - અવતરણિકાર્ય :
આથી અકાળ સુક્ય પ્રવૃતિનું કારણ નથી આથી શું કરવું જોઈએ ? એથી કહે છે – ભાવાર્થ - અકાળ સુક્ય ઇષ્ટફળની પ્રાપ્તિને અનુકૂળ પ્રવૃત્તિકાલનું કારણ નથી એથી જિજ્ઞાસા થાય કે