________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-) અધ્યાય-૧ | સૂત્ર-પપ સૂત્રાર્થ :
અકાલઓસ્ક્ય નું જે કાર્ય જે કાળે ઉચિત હોય તે સિવાયના અકાલમાં તે કાર્ય કરવાના ઔસ્ક્ય નું, તત્ત્વથી=પરમાર્થથી, તપણું હોવાથી-આર્તધ્યાનપણું હોવાથી, ભૂમિકા ઉપરના અનુષ્ઠાનમાં આર્તધ્યાનની પ્રાતિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પપ/૪૨૨IL ટીકાઃ
'अकाले' चिकीर्षितकार्यारम्भाप्रस्तावे 'यदौत्सुक्यं' तत्कालोचितकार्यान्तरपरिहारेण तीव्रचिकीर्षालक्षणं तस्य 'तत्त्वतः' परमार्थतः 'तत्त्वात्' आर्तध्यानत्वात्, व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति તત્ત્વમિતિ શાહ/૪રરા ટીકાર્ય :
અવાજો' તત્ત્વતિ | અકાલમાં=ઈચ્છા કરાયેલા કાર્યના આરંભના અપ્રસ્તાવમાં સંપૂર્ણ મોહ નાશ કરવા માટે ઇચ્છાયેલા સંયમરૂપ કાર્યના આરંભના અપ્રસ્તાવમાં અર્થાત્ તે કાર્યને અનુરૂપ પોતાની ભૂમિકાની અપ્રાપ્તિમાં, જે સુક્ય છેeતે કાલને ઉચિત કાર્યાતરના પરિહારથી તેની તીવ્ર ઈચ્છારૂપ જે સુક્ય છે, તત્ત્વથી પરમાર્થથી, તપણું હોવાને કારણેઆર્તધ્યાનપણું હોવાને કારણે, અનુચિત અનુષ્ઠાનમાં આર્તધ્યાનની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. વળી, વ્યવહારથી ધર્મધ્યાનપણું પણ છે એથી તત્ત્વનું ગ્રહણ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૫/૪૨૨ાા ભાવાર્થ :
જે જીવો મોક્ષના અર્થી છે, સંસારથી ભય પામેલા છે આમ છતાં માર્ગાનુસારી બુદ્ધિની મંદતાના કારણે પોતાની ભૂમિકાનું આલોચન કર્યા વગર જે કાર્ય કરવાની ઇચ્છા કરે છે તે કાર્યના આરંભને અનુકૂળ પોતાની શક્તિનો સંચય નહિ થયો હોવાથી તે કાર્યના આરંભનો અપ્રસ્તાવ છે અને તે વખતે જે કાર્યાતર છે જેના સેવવાથી તે પ્રકારની વિશેષશક્તિનો સંચય થાય તેમ છે તેવા કાર્યાતરને છોડીને પોતાના પ્રયત્નથી અસાધ્ય એવા અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવાની તીવ્ર ઇચ્છા રાખે છે તે અકાળ સુક્ય છે; કેમ કે તે કાળે તે કાર્ય કરવું ઉચિત નથી પરંતુ ઉચિત કાળે તે કાર્ય કરવાથી તે કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે. આમ છતાં અવિવેકને કારણે અકાળમાં તે કાર્ય કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે તે પરમાર્થથી આર્તધ્યાનરૂપ છે અર્થાત્ મિથ્યા વિકલ્પરૂપ હોવાથી આર્તધ્યાનરૂપ છે. વસ્તુતઃ હિતને અનુકૂળ ઉચિત વિકલ્પ કરવામાં આવે તે ધર્મધ્યાન કહેવાય. અને મુગ્ધતાને કારણે જે અનુષ્ઠાન કરવાની શક્તિ નથી તે અનુષ્ઠાન કરવાની તીવ્ર ઇચ્છા થાય છે તે આર્તધ્યાન છે. વળી, વ્યવહારથી તે ધર્મધ્યાનરૂપ છે; કેમ કે મોક્ષના અર્થીપણાને કારણે કંઈક અવિવેકથી યુક્ત પણ તે