________________
૧૦૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૭૪, ૭૫ સૂત્ર -
वस्तुतः स्वाभाविकत्वात् ।।७४/४४१।। સૂત્રાર્થ :
વસ્તુતઃ સ્વાભાવિકપણું હોવાથી=જવસ્વભાવપણું હોવાથી, રત્નત્રયીનો પરિણામ કર્મ કરતાં ગુરુભૂત છે એમ અન્વય છે. I૭૪/૪૪૧૫ ટીકા :
'वस्तुतः' परमार्थवृत्त्या 'स्वाभाविकत्वात्' जीवस्वभावमयत्वात् सम्यग्दर्शनादेः समञ्जसप्रवृत्तिनिमित्तस्य ।।७४/४४१।। ટીકાર્ય -
વસ્તુતઃ'... સમાસપ્રવૃત્તિનિમિત્તસ્થા વસ્તુતઃ–પરમાર્થવૃત્તિથી સ્વાભાવિકપણું હોવાથી સમંજસ પ્રવૃત્તિના નિમિત્ત એવા સમ્યગ્દર્શનાદિનું જીવસ્વભાવમયપણું હોવાથી, કર્મો કરતાં તે ગુરભૂત છે. II૭૪/૪૪૧૫ ભાવાર્થ -
અગ્નિના સાન્નિધ્યથી જલને ઉષ્ણ કરવામાં આવે ત્યારે તે જલની ઉષ્ણતા જલના સ્વભાવરૂપ નથી પરંતુ અગ્નિના સહકારથી થયેલી છે, તેથી જો ફરીથી અગ્નિનો સહકાર ન મળે તો જલ પોતાના સ્વભાવના બળથી શીતળતાને પ્રાપ્ત કરે છે તેમ આત્માનો સ્વભાવ રત્નત્રયીની પરિણતિરૂપ છે છતાં તે રત્નત્રયીની વિકૃતિનાં આપાદક કર્મોના સંનિધાનથી તે રત્નત્રયી પોતાના મૂળ સ્વભાવને છોડીને વિકૃત સ્વભાવવાળી થયેલી છે. જેમ અગ્નિના સાન્નિધ્યના બળથી જ પોતાના સ્વભાવને છોડીને વિકૃત એવા ઉષ્ણ સ્વભાવને પામે છે. આમ છતાં અગ્નિનું સાન્નિધ્ય દૂર થાય તો તે પોતાના મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરે છે. તેમ જ મહાત્મા તત્ત્વનું ભાવન કરીને વિકૃતિ આપાદક કર્મોની શક્તિને હણે છે તે મહાત્માનો સમ્યગ્દર્શન આદિનો પરિણામ સ્વભાવભૂત બને છે અને સ્વભાવભૂત થયેલ તે સમ્યગ્દર્શન આદિનો પરિણામ તે મહાત્માની સમંજસ પ્રવૃત્તિનું બલવાન કારણ છે. તેથી હણાયેલી શક્તિવાળું એવું તે કર્મ તે મહાત્માને અસમંજસ પ્રવૃત્તિ કરાવી શકતું નથી. II૭૪/૪૪૧
અવતરણિકા :
તથા -
અવતરણિતાર્થ -
અને –