________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૩
શ્લોકાર્થ :
૧૧૭
જે વિશિષ્ટ દેવભવનું સુખ અને જે મોક્ષનું પ્રકૃષ્ટ સુખ ધર્મકલ્પદ્રુમનું આ ફલ મનીષીઓ કહે છે. II૩/૩૯II
ટીકા ઃ
'विशिष्टं' सौधर्मादिदेवलोकसंबन्धितया शेषदेवसौख्यातिशायि 'देवसौख्यं' सुरशर्म यदिहैव वक्ष्यમાળમ્, ‘શિવસોદ્ધ' મુશિર્મ, ‘વ:' સમુયે, યહિતિ પ્રાવત્, ‘પરં’ પ્રકૃષ્ટમ્, તત્ જિમિત્યાહ્ન 'धर्मकल्पद्रुमस्य' भावधर्मकल्पपादपस्य 'इदं' प्रतीतरूपतया प्रथमानं 'फलं' साध्यमाहुः उक्तवन्तः ‘મનીષિળ:' સુધર્મસ્વામિપ્રમૃતવો મહામુનય કૃતિ રૂા
ટીકાર્ય
:
‘વિશિષ્ટ' કૃતિ ।। વિશિષ્ટ=સૌધર્માદિદેવલોકસંબંધીપણાથી શેષદેવસુખ કરતાં અતિશાયી એવું દેવતું સુખ જે અહીં જ કહેવાનારું છે, અને જે પ્રકૃષ્ટ એવું મોક્ષનું સુખ તે શું ? એથી ધર્મકલ્પદ્રુમનું=ભાવધર્મરૂપ કલ્પવૃક્ષનું, આ= પ્રતીતરૂપપણાથી પ્રથમાન=વિસ્તાર પામતું, ફલ=સાધ્ય, મનીષીઓ=સુધર્માસ્વામી વગેરે મહામુનિઓ, કહે છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II3II
ભાવાર્થઃ
પૂર્વમાં સામાન્ય ગૃહસ્થધર્મથી માંડીને અપ્રમત્ત મુનિઓનાં ધર્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવ્યું. સ્વભૂમિકા અનુસાર તે ધર્મ સેવીને યોગ્ય જીવો આત્મામાં મોક્ષને અનુકૂળ એવા ભાવધર્મને પ્રાપ્ત કરે છે જે ભાવધર્મ કલ્પવૃક્ષ જેવો છે અને તે કલ્પવૃક્ષ જેવા ભાવધર્મનું ફલ વિશિષ્ટ એવા દેવભવનું સુખ છે અને પ્રકૃષ્ટ ફલ મોક્ષનું સુખ છે. એ પ્રમાણે સુધર્માસ્વામી આદિ મહામુનિઓ કહે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મના ફલને સાંભળીને જે જીવો ધર્મના સ્વરૂપને જાણવા માટે અભિમુખ થયા છે તેઓ યોગ્ય ઉપદેશક પાસેથી પૂર્વમાં વર્ણન કરાયેલ સર્વ પ્રકારના ધર્મને સાંભળીને પ્રકૃષ્ટ ધર્મને સેવવાના અભિલાષી થયા છે, છતાં પોતાની શક્તિ જે ભૂમિકાની છે તેનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મનું સેવન કરીને ભાવધર્મને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રકૃષ્ટ ધર્મ સેવવાની શક્તિ આ ભવમાં પ્રાપ્ત ન કરી શકે તો વિશિષ્ટ પ્રકારના દેવભવમાં જાય છે, જ્યાં અન્ય પ્રકારના દેવો કરતાં તેમને વિશિષ્ટ પ્રકારનું સુખ પ્રાપ્ત છે.
વળી, પૂર્ણ ધર્મસેવનના અર્થી તે મહાત્માઓ દેવભવમાં પણ વિશિષ્ટ પ્રકારની શક્તિનો સંચય કરીને ઉત્તમ પ્રકારના માનવભવને પ્રાપ્ત કરીને પ્રકૃષ્ટ ધર્મ સેવવાની શક્તિને પ્રાપ્ત કરે છે અને અંતે તે પ્રકૃષ્ટ ધર્મસેવનના ફળરૂપે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે તે પ્રમાણે સુધર્માસ્વામી આદિ મહામુનિઓ કહે છે.
11311