________________
૧૭૯.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ / અધ્યાય-૮ / સૂત્ર-૫
તિ' શબ્દ ક્ષપકશ્રેણીની સમાપ્તિની પ્રક્રિયા માટે છે. અને જે અહીં=સૂત્રમાં, અપૂર્વકરણના કથન પછી ક્ષપકશ્રેણીનો ઉપન્યાસ કર્યોકકથન કર્યું, તે સૈદ્ધાંતિક પક્ષની અપેક્ષાએ છે. જે કારણથી દર્શનમોહસપ્તકનો અપૂર્વકરણસ્થ જ જીવ ક્ષય કરે છે તે પ્રમાણે તેનો મત છે=સૈદ્ધાંતિકમત છે પરંતુ જે પ્રમાણે કર્મગ્રંથના અભિપ્રાયથી અવિરત સમ્યગ્દષ્ટિ આદિ અત્યતર ગુણસ્થાનકચતુટ્યમાં રહેલો જીવ પણ કરે છે એ પ્રમાણે અભિપ્રાય નથી.
ત્યારપછી મોહસાગરનો ઉત્તાર છે–મિથ્યાત્વમોહાદિરૂપ મોહ તે જ સ્વયંભૂરમણાદિ સમુદ્ર રૂપ સાગર મોહસાગર, તેનાથી ઉત્તાર=કિનારાની પ્રાપ્તિ, ત્યારપછી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ, કેવલજ્ઞાનકેવલદર્શતરૂપ જીવના ગુણની જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મનો વિનાશ થયે છતે અભિવ્યક્તિ અર્થાત આવિર્ભાવ તેનાથી પરમસુખલાભ, દેવતાદિનાં સુખથી અતિશાયી એવા પ્રકૃષ્ટ સુખનો લાભ પ્રાપ્તિ. અને કહેવાયું છે –
“લોકમાં જે કામનું સુખ છે અને જે દિવ્ય મહાસુખ છે એ વીતરાગના સુખનો અનંતમો અંશ પણ નથી. 'અરરરા" ().
‘ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫/૪૮૬ ભાવાર્થ -
ઘણા ભવો સુધી ઉત્તમ ધર્મને સેવીને જે મહાત્મા ચરમજન્મને પ્રાપ્ત કરે છે તે ભવમાં ઉત્તરોત્તર વિશુદ્ધિને પ્રાપ્ત કરતું અપ્રતિપાતિચારિત્ર પ્રાપ્ત કરે છે. તે ચારિત્રના સેવનથી જ્યારે અંતરંગ મહાવીર્યનો સંચય થાય છે ત્યારે તે મહાત્મા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આત્મા પોતાના શુદ્ધ ભાવમાં જવાનો જે અંતરંગ યત્ન તે રૂપ અપૂર્વકરણ કરે છે તે યત્ન પૂર્વે ક્યારેય ન કરેલો હોય તેવો અપૂર્વ હોય છે. આથી જ અપૂર્વકરણમાં વર્તતા આત્માને ઊકળતા તેલમાં નાખવામાં આવે તો આત્માના શુદ્ધ ભાવને છોડીને દેહ સાથે ઉપયોગથી સંબંધિત થઈને આકુળવ્યાકુળ ન થાય, પરંતુ શુદ્ધ ભાવને અવલંબીને પ્રવર્તતો તેમનો ઉપયોગ જગતના કોઈ નિમિત્તથી સ્કૂલના ન પામે તેવો અપૂર્વ કોટીનો અંતરંગ યત્ન હોય છે, જે પ્રયત્નના બળથી તે મહાત્મા સત્તામાં રહેલા મોહનીય કર્મનો નાશ કરવાનો પ્રારંભ કરે છે, જેને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ કહેવાય છે. અને તે તે કર્મોની ક્ષપણાનો પ્રારંભ નવમા ગુણસ્થાનકે થાય છે અને દશમાં ગુણસ્થાનક સુધી સંપૂર્ણ મોહનો નાશ કરી તે મહાત્મા ભવસાગરથી ઉત્તરણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી જેમ કોઈ પુરુષ સમુદ્રથી તરીને બહાર આવે તેમ આત્મામાં રહેલા મોહના અનાદિના સંસ્કારોથી તે મહાત્મા પર અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારપછી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ થાય છે=જગતના સર્વ પદાર્થોને પ્રત્યક્ષથી દેખાય તેવું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કાળમાં લેશ પણ મોહનીયકર્મ ન હોવાથી આકુળતા વગરની અવસ્થા હોવાથી પ્રકૃષ્ટ સુખનો લાભ થાય છે; કેમ કે સંસારી જીવોને જે ભોગથી સુખ થાય છે તેમાં પ્રથમ ભોગની ઇચ્છાથી આકુળતા હોય છે, જે સુખરૂપ નથી, ભોગની ક્રિયા શ્રમાત્મક હોય છે જે સુખરૂપ નથી. પરંતુ ભોગની પ્રવૃત્તિથી જે ક્ષણભર ઇચ્છાનું શમન થાય છે તે અંશથી