________________
૧૭૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ-૫ ક્રોધાદિ ચારને એકસાથે ક્ષય કરવા માટે આરંભ કરે છે. ત્યારપછી સાવશેષ એવા આ હોતે છતે અનંતાનુબંધી કષાયના ક્ષયયુક્ત અનંતાનુબંધીથી અન્ય કષાયો અવશેષ હોતે છતે મિથ્યાત્વનો ક્ષય કરવા માટે પ્રારંભ કરે છે. ત્યારપછી તેના અવશેષમાં અનંતાનુબંધીથી અન્ય કષાયો અવશેષમાં, અને મિથ્યાત્વ ક્ષીણ થયે છતે સમૃિથ્યાત્વ અને સમ્યક્ત ક્રમસર ઉચ્છેદ કરે છે. ત્યારપછી અબદ્ધ આયુષ્યવાળો જીવ અતિવૃત્તિકરણ નામના સકલ મોહનો નાશ કરવા માટે એક સમર્થ નવમા ગુણસ્થાનકનું અધ્યારોહણ કરે છે. (?) અને ત્યાં નવમા ગુણસ્થાનકમાં તે પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વમાં પ્રતિક્ષણ વિશુદ્ધ પરિણામવાળા હતા તે પ્રમાણે જ, પ્રતિક્ષણ વિશુધ્ધમાન એવા તે મહાત્મા કેટલાક સંખ્યાતા ભાગો પસાર થયે છતે નવમા ગુણસ્થાનકના કેટલાક સંખ્યાના ભાગો પસાર થયે છતે અપ્રત્યાખ્યાતાવરણ-પ્રત્યાખ્યાતાવરણ સંજ્ઞાવાળા ક્રોધાદિ જ આઠ કષાયોનો નાશ કરવા માટે આરંભ કરે છે.
છેઆ પ્રક્રિયા ઉચિત રીતે લખાઈ નથી, છતાં ટીકાકારશ્રીના શબ્દો પ્રમાણે અર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે.
અને તે આઠ કષાયો લય પામી રહ્યા છે ત્યારે આ ૧૬ પ્રકૃતિ આગળમાં બતાવે છે તે ૧૬ પ્રકૃતિ, અધ્યવસાયથી નાશ કરે છેઃ (૧) નિદ્રાનિદ્રા. (૨) પ્રચલા, (૩) સ્વાનગૃદ્ધિ, (૪) નરકગતિ, (૫) નરકાસુપૂર્વી, (9) તિર્યંચગતિ, (૭) તિર્યચઆનુપૂર્વી, (૮) એકેન્દ્રિયજાતિનામકર્મ, (૯) બેઈદ્રિયજાતિનામકર્મ, (૧૦) તેઈન્દ્રિયજાતિનામકર્મ, (૧૧) ચઉરિદ્રિયજાતિનામકર્મ (૧૨) આતપનામકર્મ, (૧૩) ઉદ્યોતનામકર્મ, (૧૪) સ્થાવર નામકર્મ, (૧૫) સાધારણનામકર્મ અને (૧૬) સૂક્ષ્મનામકર્મ રૂપ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે છે.
ત્યારપછી આઠ કષાયના અવશેષમાં જો પુરુષ ક્ષપકશ્રેણી સ્વીકારનાર હોય તો નપુંસકવેદને, ત્યારપછી સ્ત્રીવેદને, ત્યારપછી હાસ્યાદિ ને અને ત્યારપછી પુરુષવેદને ક્ષય કરે છે. વળી જો નપુંસક અથવા સ્ત્રી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર હોય તો પુરુષવેદને સ્થાને સ્વવેદને અને ઈતરવેદયને જે જધન્ય હોય તેને પ્રથમ ક્ષપણા કરે છે. ત્યારપછી=વેદની ક્ષપણા કર્યા પછી, ક્રમથી સંજવલન ક્રોધાદિ ત્રણને અને બાદરલોભને અહીં જ તવમા ગુણસ્થાનકમાં જ, ક્ષપણા કરીને અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં સૂક્ષ્મલોભની ક્ષપણા કરીને સર્વથા ચાલ્યો ગયો છે સકલ મોહનો વિકાર જેને એવા ક્ષીણમોહગુણસ્થાનકની અવસ્થાનો આશ્રય કરે છે. અને ત્યાં સમુદ્ર તરવાથી શ્રાંત પુરુષની જેમ અથવા સંગ્રામના ક્ષેત્રથી તિર્ગત પુરુષની જેમ મોહના વિગ્રહના નિશ્ચલ તિબદ્ધ અધ્યવસાયપણાથી પરિશ્રાંત થયેલો છતો અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને ૧૨મા ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને, તે ગુણસ્થાનકના દ્વિચરમસમયમાંeગુણસ્થાનકમાં અંતમુહૂર્ત છેલ્લા બે સમયમાં નિદ્રા, પ્રચલા અને જ્ઞાનાવરણ-અંતરાયપ્રકૃતિદશક અને દર્શનાવરણીયની અવશિષ્ટ એવી પ્રકૃતિ-ચતુષ્કળી એક સાથે જ ક્ષપણા કરે છે. વળી બદ્ધાયુ દર્શકસપ્તક ક્ષય પછી વિશ્રામ કરીને યથાનિબદ્ધ આયુષ્યનો અનુભવ કરીને ભવાંતરમાં ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે.