________________
૧૪૮
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૯ શુભાનુબંધીપણું હોવાથી મોક્ષપ્રાપ્તિના નિમિત્ત આદિશ, દઢસંહના આદિ કુશલ કાર્યના પ્રવાહનું વિધાયકપણું હોવાથી, કુત્સિતની અપ્રવૃત્તિ છે એમ અવય છે.
સૂત્રનાં પૂર્વાર્ધમાં કહ્યું કે પ્રભૂત, ઉદાર પણ ભોગસાધનો છે. તે કેવાં છે ? તે બતાવે છે –
ઉદાર સુખસાધનો જ છે=ઉદાર એવાં સુખમાં જ અર્થાત્ અન્ય અતિશાયિ એવાં શરીર અને ચિત્તનાં આહ્વાદરૂપ સુખનાં જ સાધન અર્થાત જનક છે પરંતુ આ લોકનાં અને પરલોકનાં પણ દુઃખનાં જનક નથી.
આમાં જ=તે મહાત્માને ભોગસાધનો ઉદાર સુખસાધનો જ છે એમાં જ, તાત્વિક હેતુને કહે છે - બંધહેતુનો અભાવ હોવાને કારણે પ્રક્રાંત ભોગસાધનોનો જ કુગતિના પાપના હેતુ એવા અશુભકર્મપ્રકૃતિરૂપ બંધનો હેતુભાવ તેનો અભાવ હોવાને કારણે, ઉદાર સુખસાધનો જ છે એમ અવય છે.
આ કહેવાયેલું થાય છે=પૂર્વમાં કહ્યું કે તે મહાત્માઓને દેવભવમાં બંધહેતુનો અભાવ હોવાને કારણે ઉદાર સુખસાધનો જ છે એ કથન દ્વારા આ કહેવાયેલું થાય છે –
પ્રભૂત ઉદાર પણ ભોગસાધનો કર્મબંધના હેતુપણાનો અભાવ હોવાથી તેમને તે મહાત્માને, ઉદાર સુખનાં સાધનો જ પ્રાપ્ત થાય છે અને બંધ હેતુનો અભાવ અયત્ન ઉપનતત્વાદિકપણું હોવાથી ઉત્તર ઉત્તરના હેતુના બીજભૂત એવા હેતુપંચકથી છે. ર૯/૪૭રા ભાવાર્થ:
જે મહાત્માએ પૂર્વભવમાં જિનવચન અનુસાર શુદ્ધ સંયમ પાળીને આત્માને વીતરાગભાવથી ભાવિત કર્યો છે તે મહાત્મા વિધિશુદ્ધ અનશન કરીને દેહનો ત્યાગ કરે છે અને ત્યારપછી ઉત્તર એવા દેવભવને પ્રાપ્ત કરે છે. આ રીતે દેવભવ, મનુષ્યભવ અને ત્યાં પણ સંયમનું પાલન કરીને ઉપર ઉપરના દેવલોકમાં જાય છે તેઓને પ્રચુર પરિમાણવાળા શ્રેષ્ઠ ભોગનાં સાધનો પ્રાપ્ત થાય છે અને તે ભોગનાં સાધનો પણ ઉત્તમ કોટિના સુખનાં સાધનો જ છે પરંતુ લેશ પણ દુઃખનાં કારણ નથી; કેમ કે તે સુખોના ભોગથી દુર્ગતિના કારણભૂત એવા અશુભ કર્મબંધની પ્રાપ્તિ થતી નથી. તેથી તે ભોગકાળમાં પણ તે મહાત્મા શ્રેષ્ઠ કોટિના પુણ્યને જ બાંધે છે જે ઉત્તર ઉત્તરના સુખની પ્રાપ્તિ દ્વારા પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિનું જ કારણ બને છે.
કેમ તેઓને ભોગની પ્રાપ્તિથી કર્મબંધ થતો નથી ? તેમાં પાંચ હેતુઓ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. (૧) અયત્નથી ઉપનતાણું –
તેઓને જે ભોગસુખોની પ્રાપ્તિ થઈ છે તે યત્નપૂર્વક પ્રાપ્તિ થઈ નથી પરંતુ અયત્નપૂર્વકની પ્રાપ્તિ થયેલ છે.
આશય એ છે કે પૂર્વભવમાં ઉત્તમ સંયમ પાળવાને કારણે અતિ ગાઢ પુણ્ય બાંધેલ. તે અતિ ગાઢ પુણ્યના પ્રકર્ષના ઉદયના પરિપાકથી તે ભોગસામગ્રી પ્રાપ્ત થયેલ છે તેથી તે ભોગની પ્રાપ્તિ માટે નહિવત્ જેવો