________________
૧૭૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ- વિગમ છે=જાતિ-કુલ, વૈભવ, વય અવસ્થાદિ ચૂનારૂપ હીપણાનો વિરહ છે. ઉદગ્રતર પૂર્વભવો કરતાં અત્યંત ઉચ્ચ કોટિની સંપત્તિ, દ્વિપદ-ચતુષ્પદ આદિની સમૃદ્ધિ, દાસ-દાસી આદિની સંપત્તિ અને તેમાં ચરમભવમાં, પ્રભૂત ઉપકારનું કરણ અત્યંત સ્વપરના ઉપકારનું કરણ, આથી જ=પ્રભૂત ઉપકારના કરણથી જ, આશયની વિશુદ્ધિ=ચિતના અમાલિત્યરૂપ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રધાનતા= અતિનિપુણ વિવેકવશ ઉપલબ્ધ યથાવસ્થિત સમસ્ત વસ્તુતત્ત્વપણું હોવાથી ધર્મ એક સારપણું છે. અવંધ્ય ક્રિયા ધર્મ, અર્થ, કામની આરાધનારૂપ અનિષ્ફલ ક્રિયા છે જેને તેનો ભાવ તત્ત્વ=અવંધ્ય ક્રિયાપણું ચરમભવમાં હોય છે એમ અવય છે. ૩/૪૮૪ ભાવાર્થ
સૂત્ર-૨માં કહ્યું કે ધર્મનું શેષ ઉત્કૃષ્ટ ફલ ચરમજન્મ છે. તેથી હવે જે મહાત્માઓએ ધર્મ સેવીને ચરમજન્મભવની પ્રાપ્તિ કરી છે તે ભવમાં તેઓ કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
(૧) અક્લિષ્ટ ચરમભવ :
ચરમભવમાં તે મહાત્માઓ જે વિષયોનું સેવન કરે છે તે પણ પરિણામથી સુંદર અને શેષ ભોગોનાં સુખોથી અતિશયવાળા હોય છે; કેમ કે પૂર્વભવમાં જે મોહનો પરિણામ હતો તેના કારણે તે ભોગો એ પ્રકારના સુખને નિષ્પન્ન કરવા સમર્થ ન હતા. પરંતુ ચરમભવમાં તે મહાત્માનું ચિત્ત ધર્મના ઘણા ઉત્તમ સંસ્કારોથી વાસિત છે તેથી પૂર્વના ભોગો કરતાં અનુત્તરકોટિના પરિણામ સુંદર ભોગો તે મહાત્માને ચરમભવમાં પ્રાપ્ત થયા છે. છતાં તે ભોગોથી પણ તેઓના ચિત્તમાં ક્લેશ થતો નથી પરંતુ ભોગના વિકારો જ ક્ષીણ ક્ષીણતર થાય છે. (૨) હીન ભાવનું વિગમ:
વળી, તે મહાત્માઓએ પૂર્વભવમાં ધર્મ સેવી ગ્રેવીને ઉત્તમ જાતિ આદિને અનુકૂળ શ્રેષ્ઠ પુણ્ય બાંધેલ છે તેથી સંસારમાં કોઈ પ્રકારની હીનતાની પ્રાપ્તિ થાય તેવા હીનભાવનો ચરમભવમાં નાશ થયેલ છે; કેમ કે ધર્મના સેવનકાળમાં તીર્થંકર, મહાત્મા આદિ પ્રત્યેનો તીવ્રરાગ વર્તે છે જેનાથી વિશિષ્ટ કોટિનાં ઉચ્ચગોત્રાદિ કર્મોનો બંધ થાય છે.
વળી, ચરમભવમાં પૂર્વભવો કરતાં અત્યંત ઉચિત સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેથી તેવા મહાત્માઓ ઘણા વૈભવવાળા, દાસ-દાસીની સમૃદ્ધિવાળા રાજા-મહારાજાદિ હોય છે. તેઓનું ભોગપ્રધાન જીવન હોય છે તોપણ ઉત્તમ પ્રકૃતિ હોવાના કારણે તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત લેશ પણ ન્યૂન થતો નથી. (૩) શ્રેષ્ઠ કોટિની સંપત્તિ :
વળી, તે મહાત્માઓ ઘણા ભવો સુધી ધર્મનું સેવન કરીને અત્યંત ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યવાળા હોવાથી પૂર્વભવોના જન્મ કરતાં પણ ઉચ્ચ કોટીવાળા ભોગસામગ્રીવાળા જન્મને પ્રાપ્ત કરે છે. તેથી બાહ્યથી શ્રેષ્ઠ